રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે 10 વાગ્યે મળેલી ભારતીય જનતા પાર્ટીની સંકલન મિટિંગ વેળાએ અચાનક જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર ઉપર કોલ આવ્યો હતો અને ગઇકાલે સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તો તેમજ થેલેસેમિકોને સિટી બસ અને બીઆરટીએસ બસમાં વિનામૂલ્યે મુસાફરીની કલ્યાણકારી યોજના શરૂ કરી તેની માહિતી તેમને સોશ્યલ મીડિયાના માધ્યમથી મળ્યાનું જણાવ્યુ હતું અને આવી સુંદર યોજના અમલી બનાવવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સીએમએ ચેરમેનને કહ્યું હતું કે તમારો મોબાઇલ સ્પીકર મોડમાં કરી લાઉડ સ્પીકર પાસે લઈ જાવ હું તમામ કોર્પોરેટર સાથે વાત કરવા ઇચ્છીશ...અને તેમણે કોર્પોરેટરોને કરેલા ટેલિફોનિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજકોટને કંઇ ઘટવા નહીં દઇએ. રાજકોટના વિકાસ માટે ક્યારેય ગ્રાન્ટની ઘટ નહીં પડે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ રૂ.572 કરોડના 242 વિકાસકામો માટે ગ્રાન્ટ આપવાનો ઠરાવ પસાર કરી સરકારમાં રવાના કરવા કાર્યવાહી કરાઇ હતી.
રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ અર્થે વર્ષ 2024-25 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં રૂ.572.71 કરોડના કુલ-242 વિવિધ વિકાસ કામો માટે વિસ્તૃત દરખાસ્ત રજુ કરવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરાયું હતું.
સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં રૂ.572.71 કરોડના કુલ 242 વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટની ફાળવણી અર્થે રાજ્ય સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ સમક્ષ રજુ કરવાની થતી વિસ્તૃત દરખાસ્ત માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલ સ્થાયી સમિતીની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે, શહેરોનો સર્વાંગી વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. આ યોજના ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમર્ણિ વિભાગ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તા.15-5-2012નાં ઠરાવથી શહેરીકરણની ઝડપી પ્રક્રિયા અને તેમાંથી ઉપસ્થિત થતાં પડકારોને પહોંચી વળવા શહેરની માળખાકિય સુવિધાઓની જરૂરીયાત પુરી કરવાના આશયથી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ કામો હાથ ધરવામાં આવશે.
આંતર માળખાકીય કામો માટે ા. 511 કરોડની ગ્રાન્ટ
વર્ષ 2024-25માં આંતરમાળખાકીય સુવિધાના કામો માટે વસ્તીના ધોરણે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે કુલ રૂ.3100 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે, જે પૈકી રાજકોટ શહેરને વર્ષ 2024-25 માટે રૂ.278.07 કરોડની ગ્રાંટ આંતરમાળખાકીય સુવિધાનાં કામો માટે જોગવાઇ કરેલ છે, જે પૈકી હાલના તબક્કે રૂ.94.54 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ મળી રૂ.511.99 કરોડના ત્રણ પ્રકારના કુલ-230 વિકાસ કામો માટે દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
અર્બન મોબિલિટી માટે 51.19 કરોડની ગ્રાન્ટ
અર્બન મોબીલીટી હેડ હેઠળ દરખાસ્તમાં કુલ-13 કામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેની રકમ રૂ.51.19 કરોડ થાય છે. અર્બન મોબીલીટી હેડ હેઠળ શહેરનાં રોડ ઓવરબ્રિજ/અંડરબ્રિજ, રેલ્વે અંડરબ્રિજ, હૈયાત નાળાને પહોળા કરવા, સર્કલ ડેવલપમેન્ટ, બ્રીજને સ્ટ્રેન્ધનીંગ, જુના બ્રિજને વાઇડનીંગ, શહેરનાં મુખ્ય રસ્તા પર થર્મોપ્લાસ્ટ થી રોડ માર્કીંગ, પ્રધાનમંત્રી ઇ-બસ માટે ચાર્જીંગ સ્ટેશન, સી.એન.જી બસો માટે ડેપો વગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ા. 368 કરોડ
ભૌતિક આંતર માળખાકીય સુવિધા હેડ હેઠળ સદરહુ દરખાસ્તમાં કુલ-168 કામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેની રકમ રૂ.368.4803 કરોડ થાય છે. ભૌતિક આંતરમાળખાકીય સુવિધા હેડ હેઠળડી.આઇ.પાઇપ લાઇન નેટવર્ક, રોડ પર ફુટપાથ, સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક, ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન, ટી.પી. રસ્તા રીસ્ટોરેશન કરી ડામર કાર્પેટ કામ, નવી વોર્ડ ઓફીસ, આવાસ યોજનાનાં કંપાઉન્ડમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નવા ભળેલ વિસ્તારમાં સ્વીમીંગ પુલ, ડીવાઇડર સ્ટોન ફીટીંગ કામ, વોકળાની બાજુમાં દિવાલ તથા સ્લેબ કલ્વટ કામ, સેન્ટ્રલ લાઇન ડીવાઇડર, વિગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટે 92 કરોડ
સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ હેડ હેઠળ સદરહુ દરખાસ્તમાં કુલ-49 કામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેની રકમ રૂ.92.3261 કરોડ થાય છે. આ હેડ હેઠળ અનામત પ્લોટ પર હાઇજેનિક ફુડ કોર્ટ, કોમ્યુનિટી હોલ, એનીમલ હોસ્ટેલ, હોલ તથા ગાર્ડન રીનોવેશન કામ, રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પેવેલીયન બનાવવાનું કામ, રેસકોર્ષ સંકુલમાં યોગા સેન્ટર, શાળા તથા લાઇબ્રેરી નવિનીકરણ, આરોગ્ય કેન્દ્ર તથા સીટી ટ્યુબરક્યુલોસીસ સેન્ટર, શાક માર્કેટ તથા ફુડ ઝોન, મોર્ડનાઇઝ્ડ ટોઇલેટ, રાજકોટ પાલિકા હસ્તકનાં 3 બિલ્ડીગોમાં રુફ ટોપ સોલાર સીસ્ટમવિગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે 600 કરોડ
વર્ષ 2024-25માં મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ કુલ રૂ.600.00 કરોડની જોગવાઇ થયેલ છે, જે પૈકી રાજકોટ મહાનગરપાલિકાને રૂ.60.72 કરોડની ગ્રાંટની જોગવાઈ કરેલ છે, જે પૈકી હાલના તબક્કે રૂ.53.82 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેડ હેઠળ ઉપરોક્ત દરખાસ્તમાં કુલ 12 કામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેની રકમ રૂ.60.721પકરોડ થાય છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેડ હેઠળ ઝોનલ એક્શન પ્લાન વર્ક, રસ્તા ડેવલપમેન્ટ, સી.સી. રોડ, ડામર રી-કાર્પેટ વિગેરે જેવા કામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech