રાજકોટથી દિલ્હીની સાંજની લાઈટની ઉડાનમાં ધાંધિયા: પેસેન્જર્સએ મચાવ્યો હોબાળો

  • January 16, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ થી દિલ્હીની ઉડાન ભરતી લાઇટ છાશવારે કેન્સલ થઈ જતા મુસાફરો એ ગઈકાલે હોબાળો મચાવી દીધો હતો. રાજકોટ હીરાસર એરપોર્ટ થી સાંજે ૦૮:૦૫ મિનિટે ઉડાન ભરતી એર ઇન્ડિયા ની લાઈટ અચાનક કેન્સલ કરી દેવામાં આવતા અને ત્યારબાદ એરલાઇન્સ દ્રારા વ્યવસ્થિત ધોરણે જવાબનો અપાતા પેસેન્જરો આક્રોશ ફેલાઈ ગયો હતો. એર ઇન્ડિયા એરલાઇન્સ ના આવા વલણના લીધે પેસેન્જર અને સાથે ઓથોરિટીનો સ્ટાફ તોબા પોકારી ચુકયો છે.રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ સાંજે દિલ્હીની એરઇન્ડિયાની લાઇટ ૭.૨૫ મિનિટે આવે છે અને અહીંથી ૮.૦૫ મિનિટે ઉડાન ભરી દિલ્હી રવાના થાય છે પરંતુ નવા એરપોર્ટ પર અને નવા શેડુલ માં યારથી એર ઇન્ડિયા દ્રારા સાંજની લાઇટ શ કરવામાં આવી છે ત્યારથી આ લાઈટના સમયમાં ધાધિયા થઈ રહ્યા હોવાની મુસાફરોએ ફરિયાદ એર લાઇન્સના ઉચ્ચ અધિકારીઓ સુધી કરી છે.દિલ્હીની સાંજની આ લાઈટ ખાસ કરીને વિદેશ જનારા મુસાફરો માટે મહત્વપૂર્ણ કનેકિટવિટી બનતી હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાંથી વિદેશ જનારા મુસાફરો આ ફલાઈટમાં જવાનું પસદં કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ અને ત્યારબાદ વેધર નું કારણ ધરીને ફલાઈટ કેન્સલ કરવામાં આવી રહી છે.

જોકે આ બાબતે એરલાઇન્સ ના કર્મચારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ઘણા દિવસથી ભારે ધુમ્મસના લીધે વિઝીબીલીટી ડાઉન હોવાથી રાજકોટ જ નહીં પણ અમદાવાદ અને મુંબઈ એરપોર્ટ પરથી પણ દિલ્હીની લાઈટ કેન્સલ કરવામાં આવી હતી તો બીજી તરફ મુસાફરોએ એવી ફરિયાદ કરી હતી કે દિલ્હીના હવામાનના લીધે બે દિવસથી અલગ અલગ શહેરોમાંથી લાઈટ કેન્સલ થઈ રહી છે તો રાજકોટ એરપોર્ટ ખાતેથી એર ઇન્ડિયા ના કર્મચારીઓએ આ બાબતે અગાઉથી અમને જાણ કરવી જોઈએ જેથી કરીને અમે દિલ્હી જવા માટે બીજી વ્યવસ્થા ગોઠવી શકીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application