ગુજરાતના ટોપ ટેન માર્કેટ યાર્ડમાં રાજકોટ ત્રીજા ક્રમે

  • June 20, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ તેમજ પોપટભાઇ સોરઠીયા સબ યાર્ડએ ગુજરાતમાં સૌથી વધુ આવક મેળવનાર માર્કેટ યાર્ડના ટોપ ટેન રેન્કિંગમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. નાણાંકીય વર્ષ 2023-24માં વાર્ષિક રૂ.3691.36 લાખની આવક થતાં રાજકોટ માર્કેટ યાર્ડ હવે ગોંડલ માર્કેટ યાર્ડ કરતા આગળ નીકળ્યુ છે. ગોંડલ યાર્ડ ચોથા ક્રમે ફેંકાયું છે. ટોપ ટેનમાં સૌરાષ્ટ્રના કુલ ચાર યાર્ડને સ્થાન મળ્યું છે જેમાં મહુવા નવમા ક્રમે અને હળવદ દસમા ક્રમે આવ્યું છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ જણાવ્યું હતું કે ગુજરાત રેગ્યુલેટેડ માર્કેટ ફેડરેશન (ગુજરાત નિયંત્રિત બજાર સંઘ)-અમદાવાદ દ્વારા નાણાંકીય વર્ષ 2023-24ના અંતે ગુજરાત રાજ્યના તમામ માર્કેટ યાર્ડની આવક-જાવકના હિસાબોનો રિવ્યૂ કયર્િ બાદ આવકની દ્રષ્ટિએ ટોપ ટેન માર્કેટ યાર્ડનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ માર્કેટ યાર્ડ રૂ.3691.36 લાખની આવક સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યું છે. ટોપ ટેન રેન્કિંગ જાહેર થયા બાદ અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત નિયંત્રિત બજાર સંઘની વાર્ષિક પ્રતિનિધિ સભામાં ટોપ ટેનમાં સ્થાન મેળવનાર તમામ યાર્ડના ચેરમેન અને સેક્રેટરીનું સન્માન કરાયું હતું જેમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને સેક્રેટરી બી.આર.તેજાણીને સન્માનિત કરાયા હતા.

ટોપ ટેન માર્કેટ યાર્ડ

1    સુરત     4355.69 લાખ
2    ઉંઝા     4334.65 લાખ
3    રાજકોટ     3691.36 લાખ
4    ગોંડલ     3239.66 લાખ
5    અમદાવાદ     2338.36 લાખ
6    ડીસા     1480.26 લાખ
7    થરાદ     1450.84 લાખ
8    વડોદરા     1351.12 લાખ
9    મહુવા     1113.14 લાખ
10    હળવદ     1017.97 લાખ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News