BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા પંથકના લીસ્ટેડ બુટલેગર બધા શામળાને ઝડપી લેતી રાજકોટ રેન્જ

  • May 16, 2026 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા પંથકના લીસ્ટેડ બુટલેગર

બધા શામળાને ઝડપી લેતી રાજકોટ રેન્જ

રાજકોટ  સુરેન્દ્રનગરના ચોટીલા પાસેથી ઝડપાયેલા દોઢ કરોડના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો-ફરતો અને અગાઉ ૭૫ જેટલા દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભાણવડ પંથકના રીઢા બુટલેગર બધાભાઇ શામળાને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા ટીમ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા તપાસમાં હતી. દરમિયાન સંદિપસિંહ ઝાલા, રસીકભાઈ પટેલ,કમલેશભાઇ રબારી, મીતેષભાઈ પટેલ, કાસમભાઇ બ્લોચને મળેલી બાતમીના આધારે ચોટીલા પાસેથી ઝડપાયેલા દોઢ કરોડના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી બધા ભોરાભાઇ શામળા(ઉ.વ.૩૪ રહે. રાણપર, હોળી ચકલાની બાજુમાં તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા) ને માળીયાથી ઝડપી લીધો હતો. બાદમાં આરોપીને ચોટીલા પોલીસના હવાલે કર્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જની ટીમે પડકી પાડેલ આરોપી બધા શામળા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો લીસ્ટેડ બુટલેગર છે તેને સામે અગાઉ દારૂના ૭૫ જેટલા ગુના નોંધાઇ ચૂકયા છે. સગમ્ર દ્વારકા પંથકમાં વિદેશી દારૂની હેરફેરમાં તેનું મોટું નેટવર્ક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application