રાજકોટ પોલીસે પોતાની કામગીરીનો પ્રજાને હિસાબ આપવો પડ્યો એ જ લોકશાહી-કોંગ્રેસની જીત છે: રાજગુરુ

  • February 14, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પોલીસ ભાજપ્ના હપ્તા ઉઘરાવવાનું કામ કરી પોતાનો ભ્રષ્ટાચાર પણ છાવરતી હોવાનું અને લોકોના રક્ષણની બદલી પોલીસ ડ્રગ્સ, દેશી-વિદેશી દારૂના ધધાર્થીઓંનું હપ્તા ઉઘરાવી રક્ષણ કરી રહી છે. શહેરમાં ઠેક ઠેકાણે ડ્રગ્સ, દેશી-વિદેશી દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેંચાણ થઇ રહ્યું છે તે વિસ્તારની યાદી સાથે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યુગુરુએ ચારેક દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજી રાજકોટ પોલીસ સામે ધગધગતાં આક્ષેપ કયર્િ હતા. આ આક્ષેપો સામે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સોમવારે પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પોલીસ સામે કરેલા આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા અને શહેરમાં કાયદો વ્યવસ્થા અકબંધ હોવાનું જણાવ્યું હતું, અને કોર પ્રવુતિઓ સામે પોલીસ એક્સનમાં હોવાના આંકડાઓ રજુ કરી વળતો જવાબ આપ્યો હતો.

પોલીસ કમિશનએ કરેલી પત્રકાર પરિષદ અને તેમાં કરવામાં આવેલી પોલીસ કામગીરીની ચોખવટ એ લોકશાહીની તાકાત અને કોંગ્રેસની જીત હોવાનું જણાવી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ એક નિવેદન આપી પલટવાર કર્યો છે. પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટનું પોલીસ તંત્ર ગુનાખોરીને ડામવામાં સદંતર નિષ્ફળ ગયું છે અને ભાજપ્ના ઈશારે નાચે છે લોકોના પ્રશ્નોને વાચા આપવાની ફરજ કોંગ્રેસ કાયમી ધોરણે બજાવશે અને ટૂંક સમયમાં માત્ર પોલીસ તંત્ર જ નહી પણ કોંગ્રેસ કલેકટર તંત્ર અને મહાપાલિકા તંત્રના પ્રશ્નો પણ ઉઠાવશે અને આ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરશે.

વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસે પોતે કરેલી કામગીરીની વિગતો મીડિયાને આપી છે જે તેમની નિષ્ફળતા જ દશર્વિે છે. પોલીસનું કામ ગુના રોકવાનું છે અને તેમાં તે તદ્દન નિષ્ફળ ગઈ છે. રાજકોટમાં હજુ નશીલા પદાર્થો ખુલ્લેઆમ મળે છે સાથોસાથ દારુ પણ જોઈએ તેટલો મળે છે. પોલીસે ઈકોનોમી સેલ તરફ ધ્યાન આપવાની તાતી જરૂર છે કારણ કે લોકો સાયબર ક્રાઈમના શિકાર બને છે અને પોતાના નાણા ગુમાવે છે. આવા લોકોને ન્યાય આપવાની પહેલી ફરજ પોલીસ ખાતાની છે. સીપીએ યોજેલી પત્રકાર પરિષદમાં પોલીસ અરજદારોને રઝળાવતી હોવાની કોંગ્રેસની વાતનો પોલીસ અધિકારીઓએ કોઈ નક્કર જવાબ આપ્યો નથી.
સનદી અધિકારીએ ભાજપ્ની ઢોલકી બજાવવાનું બંધ કરવું જોઈએ અને પ્રજાને વફાદાર રહેવું જોઈએ, મને કોઈ સસ્તી પ્રસિદ્ધિ નો મોહ નથી. મેં જે વાત કરી છે તે પ્રજાના હિતની વાત કરી છે. આટલી ટકોર પછી હવે પોલીસ કમિશનર ભાજપ્ના હિસાબે નહી પણ પ્રજા માટે કામ કરશે તેવી અપેક્ષા રાખી રહ્યાનું પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ નિવેદનના અંતમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application