22 એપ્રિલના જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી હત્યા કરી હતી. આતંકી હુમલાની આ ઘટના બાદ દેશભરમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ભારતે આ હુમલાનો સર્જીકલ સ્ટ્રાઈક કરી બદલો લીધો છે.દરમિયાન ગઇકાલે પાકિસ્તાને દેશના સરહદી રાજયોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જેને ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. સરહદ પર ભારે તણાવભરી સ્થિતિ છે. ગુજરાતના ગૃહ મંત્રી ગઇકાલે તાકીદે બેઠક બોલાવી સુરક્ષાને લઇ ચર્ચા કરી હતી. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને શંકાસ્પદ કોઈપણ ગતિવિધિ જણાઇ તો તુરંત જાણ કરવા તેમજ ડીજી ઓફિસ સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
એલર્ટની આ સ્થિતિ અંગે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના તમામ થાણા અધિકારીઓને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સાથોસાથ ફૂટ પેટ્રોલીંગ અને સઘન રીતે વાહન ચેકિંગ કરાશે. શહેરમાં ક્યાંય પણ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત જ જાણ કરવા માટે પણ જણાવી દેવાયું છે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા એકટિવીટી પર પણ પોલીસની ખાસ નજર રહેશે.
બીજી તરફ રાજકોટ જિલ્લામાં તમામ પોલીસ મથકના થાણા અધિકારીઓને સતત પેટ્રોલિંગ કરવા એસ.પી હિમકરસિંહ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં તમામ ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ સ્થળે શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાશે તો તે અંગે તુરંત કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech