રાજકોટ શહેરના મધ્ય વિસ્તાર એવા ઢેબર રોડ ઉપરના કોર્પોરેશન ચોકમાં આજે બપોરે અચાનક ટ્રાફિક જામ થઇ ગયો હતો અને એક કલાક સુધી ટ્રાફિક ક્લિયર નહીં થતા ત્રિકોણબાગ ચોકથી ભૂતખાના ચોક સુધી એસટી બસો તેમજ ઓટો રીક્ષા સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા અને વાહનચાલકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓના વાહનો તેમજ એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી.
આજે બપોરે 11-30 થી 12-30 દરમિયાન કોર્પોરેશન ચોકમાં ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે આ ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો રોજિંદા છે પરંતુ આજે કંઈક વધુ જ ટ્રાફિક જોવા મળ્યો હતો અને તેના કારણે ત્રિકોણબાગ ચોકથી શરૂ કરીને ભૂતખાના ચોક સુધી વાહનોની લાંબી કતારો નજરે પડી હતી. ફક્ત ઢેબરોડ જ નહીં પરંતુ કરણસિંહજી રોડ અને કનક રોડ ઉપર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના લીધે વાહનચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું. ટુ વહીલર ચાલકો પણ પસાર ન થઈ શકે તેવો ટ્રાફિક જામ સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઢેબર રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે અગાઉ કોર્પોરેશન કચેરીનું સંકુલ તેમજ એસટી બસ સ્ટેશનનું જૂનું સંકુલ કપાત કરીને રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ ટ્રાફિક સમસ્યા યથાવત રહી છે.
જો કે આજે બપોરે એક કલાક સુધી કયા કારણોસર ટ્રાફિકજામ થઈ ગયો તેની કોઈને સમજ પડી ન હતી. એક તરફ એસટી બસોના થપા લાગી ગયા હતા અને બીજી બાજુ ઓટો રીક્ષા ની લાંબી લાઈન નજરે પડી હતી. ઢેબર રોડ પરથી રજપૂત પરામાં જવાના રસ્તે પણ ચાલી શકાય તેવી સ્થિતિ ન હતી તેથી અનેક લોકો કનક રોડ તેમજ કનક કરણસિંહજી રોડ પર થઈને લાખાજીરાજ માર્ગ સુધી પહોંચ્યા હતા. જોકે ત્યાંથી પણ ફરી ત્રિકોણબાગ ચોક જ રસ્તામાં આવતો હોય અને ત્યાં પણ ટ્રાફિકજામ હોય ફરી એની એ જ સ્થિતિમાં વાહન ચાલકો મુકાઇ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એસ્ટેટ વિભાગ દ્વારા ઓસવાળ હોસ્પિટલથી લઇ અને પવનચક્કી સુધીમાં દબાણો દૂર કરવામાં આવ્યા
April 15, 2025 01:10 PMજામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી
April 15, 2025 12:51 PMઆજે આ રાશિના લોકો નવા કાર્યોમાં વધુ રસ લેશે, નાણાકીય બાબતો પક્ષમાં રહેશે, નફાની ટકાવારી સુધરશે
April 15, 2025 12:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech