રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળી લીધો

  • May 28, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ગમખ્વાર એવા ૩૦–૩૦ માનવીના જીવ લેનાર ટીઆરપી ગેમઝોનના અિકાંડમાં હાઈકોર્ટના કડક વલણના કારણે સફાળી સતર્ક બનેલી રાય સરકારે ગઈકાલે જ તાત્કાલીક ધોરણે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડી. પોલીસ કમિશનર વિધિ ચૌધરી તથા ડીસીપી ઝોન–૨ સુધીર દેસાઈની બદલી કરી ત્રણેય પોસ્ટ પર નવા અફસરોની નિમણંુક કરી દીધી હતી. અમદાવાદના સ્પે. સીપી તરીકે રહેલા આઈપીએસ બ્રજેશકુમાર ઝાની રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે નિમણુકં કરતા તેઓ ગઈકાલે રાત્રે જ રાજકોટ આવી પહોંચ્યા હતા અને આજે સવારે ચાર્જ સંભાળી લીધો હતો. અન્ય બે અધિકારીઓ પણ આજે બપોર સુધીમાં ચાર્જ સંભાળી લેશે.
રાજકોટમાં અગાઉ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જમીન કૌભાંડોના આક્ષેપોમાં તાત્કાલીક ધોરણે ફેબ્રુઆરી ૨૦૨૨માં બદલી થઈ હતી. તેઓના સ્થાને રાજુ ભાર્ગવને પોસ્ટીંગ અપાયું હતું. રાજુ ભાર્ગવે રાઈટ બે વર્ષ પહેલા ૨૬૫૨૦૨૨ના રોજ ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ પાસેથી ચાર્જ સંભાળ્યો હતો. બે વર્ષ બધું વ્યવસ્થિત ચાલ્યું અને ગત શનિવારે રાજકોટના ઈતિહાસમાં કયારેય ન ઘટયો હોય તેવો અિકાંડ થયો અને મહાપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગની અતિગંભીર ક્ષતિઓ કે ભ્રષ્ટ્રાચારનો ભોરીંગ કહી શકાય તે ઉઘાડા પડયા. હાઈકોર્ટમાં શનિવારે સુઓમોટો અરજી થઈ હતી. હાઈકોર્ટનું આકરૂ વલણ હતું જેને લઈને ગઈકાલે સરકારનો પક્ષ હાઈકોર્ટમાં રજુ થાય તે પહેલા બચાવની મુદ્રા માફક સરકાર દ્રારા રાજકોટ શહેરના નાના અધિકારીઓ, મહાપાલિકાના એટીપી, બાંધકામ એન્જીનીયર, ફાયર સ્ટેશન ઓફિસર, માર્ગ મકાન વિભાગના બે નાયબ એન્જીનીયર તેમજ બે પોલીસ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરીને દામન બચાવવાનો પ્રયાસ થયો હતો.
હાઈકોર્ટે આ ઘટના હત્યાથી ઓછી નથી અને ઉચ્ચ અધિકારીઓ સામે કેમ કોઈ પગલા નહીં ? તેવા આકરા સવાલો સાથે સરકારની ઝાટકણી કાઢી હતી અને હજુ પગલા લો તેવા શબ્દો પણ કહેવાયા હતા. જેને લઈને સરકાર દ્રારા ફરી બપોર બાદ ઉચ્ચ અધિકારીઓને પણ કદાચીત નાછૂટકે બદલાવવા પડયા હોય તેવી સ્થિતિ ઉદભવી હતી અને તાત્કાલીક ધોરણે રાજકોટ શહેર પોલીસને મુખ્ય ત્રણ અમલદારો અને મહાપાલિકાના મ્યુનિ. કમિશનરની બદલી કરી હતી. આ ચારેય અધિકારીઓને અત્યારે વેઈટીંગ ફોર પોસ્ટીંગમાં રખાયા છે. કદાચ આચારસંહિતાને લઈને તેઓને પોસ્ટીંગ નથી અપાયા તેવી પણ એક વાત છે. આ બદલીના ઓર્ડરમા તાત્કાલીક ચાર્જ છોડો અને નવા અધિકારીઓએ તુર્ત જ ચાર્જ સંભાળવો તેવી સુચના હતી. જેના પગલે ગઈકાલે રાત્રે જ ૧૯૯૯ની બેચના આઈપીએસ બ્રિજેશકુમાર ઝા રાજકોટ આવી પહોંચ્યા હતા અને આજે સવારે રાજકોટના નવા પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી લીધો હતો. જયારે અન્ય બે અધિકારીઓ કચ્છ વેસ્ટના રેંજ આઈજી ૨૦૧૦ની બેચના મહેન્દ્ર બગરીયા અને ૨૦૧૯ની બેચના વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિ. જગદીશ બાંગરવા પણ રાજકોટ આવી પહોંચ્યા છે અને  આ બન્ને અધિકારીઓ એડી. સીપી તરીકે મહેન્દ્ર બગરીયા અને ડીસીપી ઝોન–૨ તરીકે જગદીશ બાંગરવા આજે જ ચાર્જ સંભાળી લેશે.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application