જામનગર રોડ પર ન્યારા ખાતે સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી રાજકોટ સેન્ટ્રલ જેલના નિર્માણ માટે રાજયના જેલવડા અને રાજકોટ સિટીના પૂર્વ ડીસીપી, જેસીપી રહી ચુકેલા ડો. કે.એલ.એન.રાવે પત્ની સાથે ન્યારા ખાતે જેલની ફાળવાયેલી જમીન પર ભૂમિ પૂજન કર્યું હતું. નવી જેલ એ જેલ નહીં પરંતુ કેદીઓ માટેનું સુધારક કેન્દ્ર બની રહેશે.
રાજકોટની જેલને સેન્ટ્રલ જેલનો દરો મળ્યા બાદ વર્તમાન જેલમાં સૌરાષ્ટ્ર્ર–કચ્છના તેમજ અન્યત્ર શહેરના સજા પામેલા પાકા કામના કેદીઓ ઉપરાંત કાચા કામના (અંડર ટ્રાયલ કેસ) તથા પાસા સહિતના કેદીઓ મોકલવામાં આવે અને રહે છે. જેથી જેલમાં ક્ષમતા કરતા કદાચ અત્યારે દોઢા કે બમણાથી વધુ મહિલા, પુરૂષ કેદીઓ છે. રાજકોટ જેલ નવી બનાવવી પડે તેમ છે અને તે માટે મોટી જમીનની જરૂરીયાત, સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી રાજકોટ સેન્ટ્રલ જેલ માટે જેલ વડા ડો.રાવ દ્રારા સરકારમાં હકારાત્મક કે રજુઆતને લઇને ન્યારા ખાતે ૬૦ એકર જમીન નવી જેલ માટે સરકાર દ્રારા ફાળવાઇ હતી.
કલેકટર તત્રં દ્રારા જમીનનો કબજો તાજેતરમાં રાજકોટ જેલના નાયબ અધિક્ષક બી.બી.પરમારને સોંપાયો હતો. જમીન હસ્તગત થતાં બે દિવસ પહેલા ભૂમિપૂજનનો કાર્યક્રમ રખાયો હતો. રાજયના જેલ વડા ડો.રાવ અને તેમના પત્ની શિક્ષણવિદ ડો.ઈંદુ રાવના હસ્તે ભૂમિપૂજન થયું હતું.
આ પ્રસંગે રાજકોટ સેન્ટ્રલ જેલ અધિક્ષક રાઘવ જૈૈન ઉ૫રાંત નાયબ અધિક્ષક બી.બી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ઝાલા તથા જેલ કર્મચારી સ્ટાફ જોડાયો હતો
નવી જેલમાં શિક્ષણથી લઇ વિવિધ સુવિધાઓ સુધીની વ્યવસ્થા
જેલમાં અંદાજે ચાર હજારથી વધુ કેદીનો સમાવેશ થઇ શકે તેવી મોટી જેલ બનશે. કેદીઓ માટે જેલમાં સજા નહીં પરંતુ સુધારણા કે જીવન પરિવર્તન આવે તે માટે કેદી સુધારક કેન્દ્ર જેલ બનાવાશે. હાઇ સિકયુરિટી વિભાગ વોકેશનલ તાલીમ વિભાગ, વીડિયો કોન્ફરન્સ વિભાગ, આર્ટ ગેલેરી, જન સેવા કેન્દ્ર, લીગલ એડ કલીનીક, ઓડિટોરિયમ, શિક્ષણ મળી રહે તેવી સુવિધાઓ, લાઇબ્રેરી, અધ્યતન મુલાકાતી રૂમ, વીડિયા ેમુલાકાત વિભાગ, ટેલીફોન બૂથ, ઉધોગ વિભાગ, ગૌશાળા, આંગણવાડી, હોસ્પિટલ, સોસ્યો સાયકો કેર, જેલ ઉત્પાદન ચીજ વેચાણ કેન્દ્ર, આઉટડોર રમતો માટે મેદાન સહિતની સુવિધાઓ નવી જેલમાં ઉપલબ્ધ બનશે. પોલીસ આવાસ નિગમ દ્રારા નવી જેલનું બાંધકામ કરાશે. અંદાજે જેલ શરૂ થતાં બે વર્ષ જેવો સમય થશે તેવું જેલ સૂત્રોનું કહેવું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech