રાજકોટમાં ગઇકાલે રૂ.૫૬૫ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ જાહહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજકોટને પાણીની ચિંતા કરવાની જરૂર નથી, આયોજન કરવા મેં સુચના આપી છે. કરોડો રૂ.ના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને મહત્વની જાહેરાતો બાદ પણ તાળીઓનો અવાજ નહીં સંભળાતા
ભુપેન્દ્રભાઇએ ઉપસ્થિતઓ તેમજ સ્ટેજ ઉપર બેઠેલા નેતાઓ સામે જોઇને કહ્યું હતું કે કેમ તાળીઓ પડતી નથી ? કોઇ કામ બાકી છે હજુ ?
વિશેષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતે રાજકોટને પાણીની ચિંતા ન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી ચુકી છે. નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ના પડે તેવું આયોજન કરવામાં આવેલ છે. લોકોએ આ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રાજકોટને પાણીની ચિંતા કરવાની જરૂર નથી, આયોજન કરવા સુચના આપી છે: મુખ્યમંત્રી
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાથી નર્મદા કેનાલ મેન્ટેનન્સ માટે બે મહિના બંધ કરવામાં આવનાર હોય રાજકોટને નર્મદા કેનાલ મારફતે દરરોજ ૧૩૫ એમએલડી પાણી મળે છે તેની ઘટ પડે તેમ હોય આ અંગે તાજેતરમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ગાંધીનગર રૂબરૂ જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે યોગ્ય કાર્યવાહી કરાશે તેવો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો દરમિયાન ગઈકાલે આ બાબતને યાદ રાખીને મુખ્યમંત્રીએ જાહેર સભામાં જણાવ્યું હતું કે રાજકોટને પાણીની તકલીફ નહીં પડે અને તે માટે આયોજન કરવા તેમણે સુચના આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech