રાજકોટમાં મધરાત્રે એક ઇંચ મોસમનો કુલ વરસાદ 53 ઇંચ

  • September 26, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ગત મધરાત્રે એક ઇંચ વરસાદ ખાબકતા આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ 53 ઇંચ થયો છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ ક્ધટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ ગત રાત્રે સેન્ટ્રલ ઝોનમાં 20 મીમી (મોસમનો કુલ 53.25 ઇંચ), ઇસ્ટ ઝોનમાં 23 મીમી ( મોસમનો કુલ 39.62 ઇંચ) અને વેસ્ટ ઝોનમાં 12 મીમી (મોસમનો કુલ 50 ઇંચ) વરસાદ વરસ્યો હતો.
મધરાત્રે એકાએક વરસાદ વરસતા વહેલી સવારે રસ્તાઓ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, આગામી દિવસોમાં હજુ હળવાથી ભારે વરસાદની આગાહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application