મહા શિવરાત્રીના પાવન પર્વ પૂર્વે આજે રાજકોટ માર્કેટ યાર્ડ બટેટા અને સકરિયાની આવકોથી છલકાઇ ઉઠું હતું. મહા શિવરાત્રીના ઉપવાસ–એકટાણા કરતા ભાવિકો ફરાળી વાનગીઓમાં બટેટા અને સકરીયાનો વધુ વપરાશ કરતા હોય આવક જેટલી જ લેવાલી રહી હતી.
યાર્ડ આવતીકાલે સંપૂર્ણ રજા પાળનાર હોય હરાજી સહિતના તમામ કામકાજ બધં રહેશે જેના અનુસંધાને આજે બમણી આવક થઇ હતી.
રાજકોટ યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ૧૦૦ ટ્રક જેટલા લાલ અને સફેદ સકરિયાની આવક થઇ હતી અને મોટાભાગની આવક ખંભાત તેમજ અમરેલી જિલ્લામાંથી થઇ હતી. દર વર્ષે મહા શિવરાત્રી પર્વ ઉપર સકરિયાની મહત્તમ આવક થાય છે.
યારે રાજકોટ યાર્ડના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે આ વર્ષે સકરિયામાં આવક ઓછી હોવાને કારણે એકંદરે ભાવ વધુ રહ્યા છે, આજની હરાજીમાં સફેદ સકરિયાના પ્રતિ કિલોનો ભાવ .૧૫થી ૨૨ અને લાલ સકરિયાનો ભાવ પ્રતિ કિલોના .૧૮થી ૨૫ સુધી રહ્યો હતો
પાછોતરા વરસાદથી સકરિયાના પાકને નુકસાન
રાજકોટ માર્કેટ યાર્ડમાં આ વર્ષે સકરિયાની આવક અગાઉ કરતા ઓછી થવાનું કારણ આ વર્ષે પાછોતરા વરસાદથી પાકને પહોંચેલું નુકસાન છે. ખંભાત પંથકમાં પાકને નુકસાન ઉપરાંત અમરેલી જિલ્લામાં આ વર્ષે સકરિયાનું વાવેતર ઘટું હતું અને તેમાં પણ પાછોતરા વરસાદથી નુકસાન થતા આવકમાં બેવડો ફટકો પડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMઉનાળામાં કૂલ અને ક્લાસી લુક માટે ટ્રાય કરો આ 5 પ્રકારના ડ્રેસ, જે છે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ
March 18, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech