વાતાવરણના ભેજનું પ્રમાણ વધી જવાના કારણે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ઝાકળ જોવા મળી હતી. પરંતુ આજે માત્ર રાજકોટ અને પોરબંદરમાં જ ઝાકળનો અનુભવ લોકોએ કર્યો હતો. તે સિવાય મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક સાવ ઘટી ગયું છે.
મહત્તમ તાપમાનમાં પણ ખાસ વધઘટ છેલ્લા 24 કલાક દરમિયાન થઈ નથી. સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર મહુવા કેશોદ રાજકોટ માં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ રહેવા પામ્યું હતું. જ્યારે ભુજ નલીયા ભાવનગર દ્વારકા પોરબંદર વેરાવળ સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન નો પારો 35 ડિગ્રી થી નીચે રહ્યો છે. રાજકોટ અને ભાવનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું હતું.
અમદાવાદ અને ડીસામાં 35 ડિગ્રી વડોદરામાં 35.2 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું, પરંતુ ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નીચે રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નથી પરંતુ ત્યાર પછી બે દિવસમાં બે ડિગ્રી જેટલું નીચું ઉતરશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં વરસાદ પડી રહ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન સહિતના રાજ્યોમાં પણ વરસાદ પડે છે. આસામમાં સર્ક્યુલેશન હોવાના કારણે નોર્થ ઇસ્ટ ના રાજ્યોમાં પણ વરસાદ પડી રહ્યો છે. ઉનાળાની સિઝન માર્ચ માસથી શરૂ થતી હોય છે પરંતુ ફેબ્રુઆરીથી જ આંકરો તાપ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ગરમી પડે છે પરંતુ હિમાલયન રિજીયનમાં વધુ વરસાદ ચાલુ છે. આગામી તારીખ નવના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને તેના કારણે આ રાજયોમાં વરસાદ વધુ ખેંચાય તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech