નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ કઢાવી લેવાના પ્રકરણનું કનેકશન રાજકોટ સુધી પહોંચ્યું છે. હસનવાડીના કારખાનેદારને ગેરકાયદેસર પિસ્ટલ અને 24 કાર્ટીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો. વર્ષ 2017 માં કારખાનેદાર પ્રવિણ છૈયા અમરનાથ જાત્રાએ ગયો ત્યારે તેને મળેલ હરિયાણાના શખસને લાયસન્સનું કામ સોંપ્યું હતું અને નાગાલેન્ડમાં ભાડા કરારના આધારે રૂ.1 લાખમાં હથીયારનું લાયસન્સ કાઢી આપ્યાં બાદ કોલકતાથી પિસ્ટલ ખરીદી કરી હોવાનું ખુલ્યું હતું.
ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા આર્મ્સ એક્ટ મુજબ ગેરકાયદેસર હથિયાર રાખતાં શખ્સોને પકડી પાડવાની આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ડાંગર, કનકસિંહ સોલંકી અને ઉમેશ ચાવડા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં.
દરમિયાન શહેરમાં 80 ફૂટ રોડ આજી વસાહત ખોડિયારપરા શેરી નં.11, શાળા નં.76માં રહેતાં પ્રવિણ પ્રતાપ છૈયા પાસે લાયસન્સવાળી પિસ્ટલ છે, જેનુ લાયસન્સ રીન્યુ કરાવેલ નથી અને હથિયાર ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ત્યાં હાજર શખસનું નામ પૂછતાં પોતાનુ નામ પ્રવિણ પ્રતાપ છૈયા (ઉવ.41)(રહે. હાલ રહે. હસનવાડી સોસાયટી મેઈન રોડ, જાહેર સૌચાલયથી આગળ) હોવાનુ જણાવેલ હતું.
પોલીસની ટીમે હથીયાર બાબતે પૂછતાં તે શખસ મકાનમાંથી એક થેલી લઇને બહાર આવેલ જેમાં એક એક પિસ્ટલ જોવામાં આવેલ જે ચાલું હાલતમાં હતી. તેમજ તેમાં રહેલા બોક્સમાંથી કુલ-24 જીવતા કાર્ટીસ નીકળેલ હતાં. તેમજ હથિયાર તેમજ લાયસન્સ બાબતે પુછતા પોતાની પાસે નાગાલેન્ડ રાજયનુ ઓલ ઇન્ડીયાનુ હથિયાર લાઇસન્સ છે જેની રીન્યુ તા.31/12/2022 ની હતી જેથી નાગાલેન્ડ ખાતે મોકલેલ છે તેવું જણાવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદે સીંગલ બોર પિસ્ટલ અને જીવતા 24 કાર્ટીસ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલ શખસ લેથનું કારખાનું ચલાવે છે. વર્ષ 2017 માં અમરનાથ જાત્રામાં તે ગયો હતો ત્યારે તેના મિત્ર મારફતે હરિયાણાના આંગરાજે નામના શખ્સ સાથે મુલાકાત થઈ હતી. ત્યારે તેની પાસે રહેલ હથિયાર બાબતે આરોપીએ વાત કરી પોતે પણ હથિયારનું લાયસન્સ કઢાવવા બાબતે વાત કરી હતી. જે બાદ હરિયાણાના શખસે આરોપીનો નાગાલેન્ડનો ભાડા કરાર કરાવી આપી રૂ.1 લાખમાં લાયસન્સ કાઢવી આપ્યું હતું. જે બાદ રૂ.1 લાખમાં કોલકતાથી હથિયાર પણ લઈ આપ્યું હતું. વર્ષ 2022 માં લાયસન્સ પૂરું થતાં તે સરન્ડર કરવાની તજવીજમાં હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech