કપાસિયા ખોળમાં બેફામ ભેળસેળ સામે રાજકોટથી થયું લડતનું એલાન

  • December 08, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કપાસિયા ખોળમાં થતી બેફામ ભેળસેળ રોકવા રાજકોટથી લડતનું એલાન અપાયું છે અને ટૂંક સમયમાં રાજકોટ ખાતે ઓલ ગુજરાત કોટન સિડ્સ ક્રશર્સ એસોસીએશનની મિટિંગ મળનારી છે. 20 ટકા કપાસિયા અને 80 ટકા અન્ય હલકા પદાર્થોની ભેળસેળ સાથેના ખોળના કારણે પશુના દૂધની માત્રા ઘટે અને ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ગુમાવે છે. આ મામલે સરકાર સુધી રજુઆત કરવા તજવીજ હાથ ધરાઇ છે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના અગ્રગણ્ય બ્રોકર અવધેશભાઇ સેજપાલએ જણાવ્યું હતું કે ગુજરાત કોટન સિડ્સ ક્રશર્સ એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં ભેળસેળ વાળો ખોળ બનાવનાર ઓઇલ મિલ માલિકો તથા ભેળસેળવાળો ખોળ વેચાણ કરનાર વેપારીઓ તથા દલાલોને આવીભેળસેળની પ્રવૃત્તિ બંધ કરવા તાકિદ કરવામાં આવી છે. ભોળા પશુપાલકો અને ખેડૂતો વિશ્વાસ મુકી શુધ્ધ માલ સમજી અબોલ જીવ ગાય તથા ભેંસ જેવા દુધાળા પશુઓના સારા આરોગ્ય અને વધુ દુધ મળે એવા આશયથી તેના ખાણ માટે ખોળની ખરીદી કરે છે. પશુપાલકો તેમના પશુઓને ખાણમાં ખવડાવે છે તે ખોળની અંદર અખાધ્ય એવા કેટલાય નુકશાન કારક પદાર્થો નાંખી ફક્ત 20 ટકા કપાસીયા અને 80 ટકા અન્ય પદાર્થોનું મિશ્રણ કરી તેને પીળો અને ચમકીલો બનાવી સારા બારદાનમાં ભરીને વેચાણ થાય છે. આવો ભેળસેળ યુ્કત ખોળ ખવડાવવાથી પશુના દુધની માત્રા ધટે છે તેમજ પશુ ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ગુમાવી દે છે. આવા નુકશાનકારક પદાર્થોની ભેળસેળવાળો ખોળ ખાવાથી પશુના દુધની અંદર તેના જમ્સ આવે છે અને દુધ ખાનાર માનવજાત કેન્સરનો ભોગ બંને છે. આથી આવી પ્રવૃત્તિ કરનાર નફાખોર ભેળસેળયુક્ત ખોળના ઉત્પાદકો, મોટુ કમિશન લેનાર દલાલો તથા વધુ નફો કમાવવાની લાલચમાં સારો સસ્તો ખોળ કહી ભોળા પશુપાલકોને સારૂ બારદાન બતાવી ગુમરાહ કરી છેતરવાની પ્રવૃત્તિ કરનાર ટ્રેડર્સ અને છુટક વેપારીઓ સહિતના તમામ લાગતા વળગતાઓએ આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરવી નહીતર આવું કરનારાઓ સામે ધી ગુજરાત કોટન સિડ્સ ક્રશર્સ એસોસિએશન દ્વારા સરકાર સુધી રજૂઆતો કરાશે અને દરોડાનો દોર શરૂ થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application