રાજકોટ પડધરીના ન્યારા ગામે રાત્રે રાજકોટ ટોળકીએ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. વેપારીએ દુકાન પાસે ગાળો બોલી રહેલા શખસોને ટપારતા ઉશ્કેરાઈ વેપારી બંધુને છરીના ઘા ઝીંકી દીધા હતાં. એટલું જ નહીં છુટા સોડા બોટલના ઘા કરી રીતસર ગુંડાગીરી કરી હતી. બનાવ અંગે વેપારીની ફરિયાદ પરથી પડઘરી પોલીસે સાત શખસો સામે રાયોટ, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.પડધરીના -ધારા ગામે ગ્રામ પંચાયત પાસે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ વઘેરા (ઉ.વ.૩૧) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યસ રમેશ મકવાણા (રહે.મૂળ ગામ નાની અમરેલી, પડધરી), સમીર ગોહિલ, પૃથ્વીરાજ પરમાર (રહે. બંને રાજકોટ), મનોજ નાથા મકવાણા (રહે ન્યારા ગામ) દિલીપ સોહેલીયા (રહે.રાજકોટ) તેમજ બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યા મુજબ, તે ઘરની બાજુમાં જ પાન-મસાલાની દુકાન ચલાવે છે અને સાથે સાથે એક અખબાર પણ ચલાવે છે. ગઈ તા.૨૯ ના રાત્રીના સમયે તેઓ દુકાનેથી પોતાના ઘરે જમવા માટે આવ્યા હતાં. તે સમયે તેમના પિતા અને ભાઈ લાલજીભાઈ દુકાને હતાં. તે દરમિયાન એક બાઈક ચાલક દુકાને કોઈ વસ્તુ લેવાં માટે આવેલ ત્યારે તેની પાછળ તુરંત જ એક બાઈક સવાર ઘસી આવેલ અને બેફામ ગાળો બોલી ધમાલ મચાવી હતી. જેથી દેકારો થતાં ફરીયાદી તુરંત જ ઘરની બહાર નીકળી માથાકૂટ કરતાં શખસીને અટકાવી ગાળો નહીં બોલવા ટપારતા તે શખસો ઉશ્કેરાયા હતાં અને હમણાં જ રાજકોટથી માણસો બોલાવી લાવું છું કહી તે શખસો ત્યાંથી નાસી છૂટપા હતો. જે બાદ સવા અગીયાર વાગ્યે ફરીયાદી તેના પરીવાર સાથે ઘર પાસે હતાં ત્યારે આરોપી યશ મકવાણા સહિતના શખસો બાઈકમાં છરી, ધોકા, સોડા બોટલ સહિતના હથિયારો સાથે ઘસી આવેલ અને જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપીઓએ ફરીયાદી અને તેમના ભાઈને છરીના ઘા ઝીંકી ધોકા વડે બેફામ મારમાર્યો હતો. તેમજ ખાલી સોડા બોટલના છુટા ઘા કરી ફરિયાદી અને તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી પડઘરી પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.જી. ચૌહાણ અને ટીમે આતંક મચાવનાર આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, આરોપી પશ મકવાણા કુખ્યાત ગુજસીટોકનો આરોપી રમેશ રાણાનો પુત્ર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application