રાજકોટની સ્વનિર્ભર શાળાઓના નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં ઉત્કૃષ્ટ્ર પરિણામ અને શિક્ષણ વ્યવસ્થાની નોંધ સુપ્રીમ કોર્ટમાં લેવાઈ છે.
આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની મોદી સ્કૂલના સંચાલક અને ૧૯૮૦ની સાલથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડો. રશ્મિકાંતભાઈ મોદી એ જણાવ્યું હતું કે ધોરણ ૧૨ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથિક કોલેજોના પ્રવેશ માટે સમગ્ર ભારતભરમા યોજાતી નીટ યુ જી પરીક્ષાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં ચાલેલા કેસમાં વિધાર્થીઓના વિશાળ હિત ને ધ્યાનમાં લઇ ચીફ જસ્ટીસે ચુકાદો આપ્યો. જેમાં નીટની પરીક્ષા ફરીથી ન લેવાનો નિર્ણય તમામ વિધાર્થીઓ વાલીઓ અને એમના શિક્ષકોને માનસિક તણાવમાંથી રાહત આપનારો છે. કેમકે સતત બે વર્ષની આકરી મહેનતને અંતે આપેલી પરીક્ષા જો બે–ત્રણ માસ પછી ફરી આપવી પડે તો તે પરિસ્થિતિ તમામ માટે કઠિન હતી. આ કેસમાં જે ચર્ચાઓ થઈ તેમાં રાજસ્થાનમાંથી કોટા શિખર, ગુજરાતમાંથી રાજકોટ અને તામિલનાડુ માંથી નકમાકલને રાષ્ટ્ર્રીય લેવલની જી મેઇન, જી એડવાન્સ અને નીટની પરીક્ષા માટે એયુકેશનલ હબ તરીકે ગણના થઈ. આ સેન્ટરના બાળકો ઘણા મોક પ્રશ્નપત્ર સોલ્વ કરે છે.
યારે બાળક વાસ્તવિક પરીક્ષા આપે છે તે પહેલા લગભગ ૨૦૦ થી વધુ પરીક્ષા આપી ચૂકયો હોય છે અને આ સેન્ટર નું રિઝલ્ટ આવે છે આવી ઘણી બધી બાબતો આમ આપણા રાજકોટની રાષ્ટ્ર્રીય લેવલે નોંધ લેવાણી આ બાબત આપણા ગુજરાતીઓ માટે ખાસ કરીને રાજકોટ માટે ગૌરવ સમાન છે.એમાંયારે રાજકોટની અંદર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલીંગ સિસ્ટમનો કન્સેપ્ટ છે. રશિયો વાઈસ પણ જો જોવામાં આવે તો તેમાં કોટા શિખર કરતા રાજકોટ આગળ જ છે એટલું જ નહીં કદાચ સમગ્ર ભારતભરમાં સંભવત: પ્રથમ સ્થાને રાજકોટ હશે. આ બાબત અહીંની સ્કુલિંગ સિસ્ટમ ઉપર વાલીઓએ મુકેલો ભરોસાનો પડઘો છે.
આ ઉપરાંત નીટના રીઝલ્ટનું વિશ્લેષણ કરતા શિક્ષણવિદ અને નિષ્ણાતં રશ્મિકાંતભાઈ મોદી જણાવે છે કે કોટા જેવા શહેરોમાં કોચિંગ કલાસનું જ કલ્ચર હોય અને યાં વિધાર્થીઓને સ્કૂલનું વાતાવરણ ન મળતું હોય એના કારણે વિધાર્થીઓનો સામાજિક, શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે. આના કારણે કોટા જેવા શહેરોમાં વિધાર્થીઓમાં આત્મહત્યાના બનાવો છાસવારે બનતા હોય છે. યારે રાજકોટ શહેરમાં નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મોટા ભાગના વિધાર્થીઓ શાળામાં જ ભણતા હોવાથી તેને શાળાનું વાતાવરણ, શિક્ષકની હત્પફં અને સંચાલક તરફથી સહકાર મળતો હોવાથી વિધાર્થીઓ શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે પણ સુદ્રઢ અને સ્વસ્થ હોય છે. આ કારણે રાજકોટ શહેરમાં આવા પ્રકારની ઘટનાઓ જોવા મળતી નથી જે પણ એક નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિશ્લેષણનું તારણ છે.
રાજકોટને રાષ્ટ્ર્રીય સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષામાં ટોચ ઉપર રહેવા માટે કરવામાં આવેલ અથાગ પરિશ્રમ માટે તમામ વિધાર્થીઓને રશિમકાંત મોદી સહિત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર્ર ઝોન કન્વીનર જયદિપભાઈ જલુ, મેહત્પલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી તરફથી તેમજ સમગ્ર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પરિવાર તરફથી અભિનંદનવર્ષા કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech