રાજકોટ મહાપાલિકાએ કોરોના સંક્રમણ અટકાવવા શરૂ કરેલા રથના વાહનચાલકોની હડતાલ: તંત્ર હરકતમાં

  • October 28, 2020 02:04 AM 687 views

 

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે મહાપાલિકા દ્વારા ૧૦૦થી વધુ વાહનોમાં વોર્ડવાઈઝ કોવિડ રથ, સંજીવની રથ અને ધનવંતરી રથ શરૂ કરાયા છે. દરમિયાન આ રથના વાહનચાલકોએ આજે બપોરે એકાએક હડતાલ પાળી દીધી હોવાનું અને નાનામવા ચોકડી ખાતે પેટ્રોલ પમ્પ પાસે આવેલા મહાપાલિકાના પ્લોટમાં વાહનો સાથે એકત્રિત થયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.


વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભાડે મેળવેલા વાહનોના વાહનચાલકોએ પગાર મુદ્દે આક્ષેપો કરી હડતાલ પાળી હોવાની ચર્ચા છે. જો કે મુદ્દો એજન્સી અને તેના વાહનચાલકો વચ્ચેનો છે તેમ છતાં તંત્રવાહકો હરકતમાં આવ્યા છે અને હડતાલ સમેટવા પ્રયાસો શરૂ કરાયા છે. હડતાળના લીધે કોરોનાનાં હોમ આઇસોલેટ દર્દીઓ તેમજ ટેસ્ટ કરાવવા ઇચ્છતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application