ગોંડલમાં અકસ્માતમાં રાજકોટનું દંપતી ખંડીત: પત્નીનું મોત

  • March 03, 2021 08:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના મોવિયા ગામેં વતનમાં ગયેલા રાજકોટના દંપતીને અકસ્માત નડ્યો હતો. હિટ એન્ડ રનમાં હોન્ડા મોટરસાયકલ ટ્રક ચાલકે હડફેટે ચડાવતાં પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. અકસ્માત સર્જી્ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. જે બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


રાજકોટના મવડી પ્લોટ માં રહેતા મૂળ ગોંડલ તાલુકાના મુવી મગનભાઈ ભાલાળા અને તેમના પત્ની નર્મદાબેન ત્રણ ચાર દિવસ થી મોવિયા ગામે પોતાના વતનમાં કોઈ કામ માટે આવ્યા હતા અને કામ પૂરું થતાં તેઓ હોન્ડા મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે ગોંડલ ના મોવિયા રોડ પર પુરપાટ ઝડપે આવતા ટ્રકે હોન્ડા લઈને જતા આ દંપતીને હડફેટે ચઢાવ્યું હતું અને જેના કારણે દંપતી રોડ ઉપર નીચે પટકાયું હતું તે વખતે ટ્રકના તોતિંગ વ્હીલ નર્મદાબેન ના માથે ફરીવળતા પતિ મગનભાઈના નજર સામે જ તેમના પત્નીનું અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.જેના વિરુદ્ધ ગોંડલ પોલીસ માં મગનભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ ટ્રાફિક જામ થઇ જતાં ભારે અફડાતફડી સર્જાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS