૧૧૦ કરોડની પ્રતિબંધિત દવાનું રાજકોટ કનેકશન

  • September 16, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફિટનેસ માટે તેમજ ઐંઘ ન આવે તેવી ૧૧૦ કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી કસ્ટમ વિભાગએ ઝડપી લીધો હતો. રાજકોટના મર્ચન્ટ એકસપોર્ટર દ્રારા જુલાઈ મહિનામાં સાત કન્ટેનરો સાઉથ આફ્રિકા માટે મોકલવામાં આવ્યા હતા જોકે આ અંગેની માહિતી કસ્ટમના સ્પેશિયલ ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને મળી જતા તેમને ત્રણ કન્ટેનરો જ કર્યા હતા. આ દરમિયાન કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ચાર કન્ટેનરમાં પ્રતિબંધિત ટ્રામા ડોલ ટેબલેટ નો ૧૧૦ કરોડનો જંગી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો જે કબજે કરાયો છે અને હવે આ પ્રકરણમાં તપાસ ફરી રાજકોટ સુધી પહોંચે છે.જુલાઈ મહિનામાં યારે રાજકોટના એકસપોર્ટર દ્રારા સાત કન્ટેનર સાઉથ આફ્રિકા માટે નિકાસ કર્યા હતા ત્યારે જ ત્રણ કન્ટેનરો જ કર્યા હતા જેમાં સો કરોડની પ્રતિબંધિત ટેબલેટ મળી આવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ ચાલુ રાખવામાં આવતા કસ્ટમ વિભાગને એવી માહિતી મળી હતી કે અગાઉ ચાર કન્ટેનરો સાઉથ આફ્રિકામાં દરિયાઈ માર્ગે જવા માટે નીકળી ગયા છે. આથી કસ્ટમ વિભાગએ સાઉથ આફ્રિકાના પોર્ટનું સંપર્ક કરી ચાર કન્ટેનરો પરત મોકલવા લેખિત જાણ કરી હતી. ત્યારબાદ ૪ કન્ટેનર મુન્દ્રા કસ્ટમમાં પરત ફરતા આ ચાર કન્ટેનરમાંથી પ્રતિબંધિત દવાઓ જ કરે છે જેની આંતરરાષ્ટ્ર્રીય માર્કેટમાં કિંમત ૧૧૦ કરોડ અંકાઈ રહી છે. અત્યાર સુધીમાં કસ્ટમ વિભાગ દ્રારા ૨૧૦ કરોડની પ્રતિબંધિત દવાઓ જ કરવામાં આવી છે.

પ્રતિબંધિત દવાઓની તપાસને રેલો રાજકોટ સુધી પહોંચ્યો
કસ્ટમ વિભાગ દ્રારા રાજકોટ ઉપરાંત ગાંધીધામ અને ગાંધીનગરમાં પણ આ પ્રતિબંધિત દવાની તપાસનો રેલો પહોંચ્યો છે. ચાર કન્ટેનર નીકળી ગયા ત્યાં સુધી કસ્ટમ વિભાગ ને જાણ થઈ ન હતી. જુલાઈ મહિનામાં રાજકોટના એકસપોર્ટરને ત્યાં જ ચાલી રહેલી તપાસ હજુ પણ ચાલી રહી છે. કસ્ટમર વિભાગ એ ગાંધીધામ, રાજકોટ અને ગાંધીનગરમાં દરોડા પાડા હતા અને મોટી સંખ્યામાં શંકાસ્પદ દસ્તાવેજો જ કર્યા છે. આ પ્રતિબંધિત ટેબલેટ નાર્કેાટિકસ એકટમાં આવતી હોવાથી એકસપોર્ટ કરી શકાતી નથી છતાં અન્ય દવાઓના નામે ડેકલેરેશન કરીને પ્રતિબંધિત દવાઓ એકપોર્ટ કરવામાં આવે છે.

ફિટનેશ અને નિંદર ન આવે એ માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે
કસ્ટમ દ્રારા મુન્દ્રા પોર્ટ પરથી જે દવાઓ જ કરવામાં આવી છે તેમાં ફિટનેસ માટે તેમજ લાંબો સમય ઐંઘ ન આવે તે માટે આ દવાનો ઉપયોગ થાય છે. સાઉથ આફ્રિકાના જંગલોનું રક્ષણ કરતા કમાન્ડો આ દવાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે તેમની ફિટનેસ સારી રહે છે અને લાંબા સમય સુધી કામ કરી શકે છે. આ દવાનો ઉપયોગ ત્રાસવાદી સંગઠનો પણ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ નજીકના દિવસોમાં આ પ્રકરણમાં ધરપકડ થાય તેવી શકયતાઓ છે અગાઉ પણ મુન્દ્રા પોર્ટ પરથી ૧૦૦૦ કરોડનું ડ્રગ પકડાયું હતું. હાલમાં આ દવા સાઉથ આફ્રિકામાં કોને આપવામાં આવતી હતી અને કઈ રીતે પેમેન્ટ લેવાતું હતું તેની તપાસ ચાલી રહી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application