રાજકોટ શહેરમાં આજે 4.5 ઈંચ વરસાદ પડ્યો

  • July 25, 2021 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આજે 4.5 ઈંચ વરસાદ પડ્યો. શહેરમાં આજે બપોરથી વરસાદ વરસી રહ્યો છે. મહાનગર પાલિકાના ફાયર વિભાગે નોંધેલા આંકડા મુજબ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ 511 મીમી એટલે કે 20.5 ઇંચ વરસાદ નોંધાયો


સેન્ટ્રલ ઝોન - 110 મીમી - કુલ 511
વેસ્ટ ઝોન - 98 મીમી - કુલ 447
ઇસ્ટ ઝોન - 78 મીમી - કુલ 440


શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા


શહેરમાં 150 ફૂટ રિંગ રોડ,કાલાવડ રોડ, સોરઠિયાવાડી સર્કલ, ગોપાલ ચોક, જલારામ-2, પુષ્કરધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર થોડીવાર ખોરવાયો હતો. લોકોના વાહન પાણીમાં ફસાતા વાહનો બંધ થયા હોવાની ઘટનાઓ પણ બની છે. જોકે આજે રવિવારે રજાના દિવસે વરસાદ વરસતા રાજકોટવાસીઓ મન ભરીને વરસાદ માણ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS