રાજકોટ : કેસરી હિન્દ પુલ પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાણી વિતરણ ખોરવાયું

  • January 13, 2021 05:47 PM 169 views

રાજકોટ મહાપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પ્રોજેકટના કામે મોચીબજાર મેઈન રોડ અને કેસરી હિન્દ પુલની વચ્ચેના વિસ્તારમાં ડ્રેનેજ લાઈન સ્થળાંતરિત કરવાની કામગીરી પૂર્ણ કરી ગઈકાલે બુરાણ કરી દેવાયું હતું. આ દરમિયાન રાત્રી વેળાએ બુરાણ પરથી ભારે વજન ભરેલો ટ્રક પસાર થતાં ડ્રેનેજ લાઈનની બાજુમાં આવેલી પાણીની લાઈન પર ભારણ આવી જતાં લાઈન તૂટી ગઈ હતી જેના કારણે આજે સેન્ટ્રલ રાજકોટના વિસ્તારોમાં બે કલાક મોડું પાણી વિતરણ થયું હતું. વિશેષમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં તુરંત જ મહાપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુધ્ધના ધોરણે રિપેરિંગ શ કર્યું હતું તેમ છતાં લાઈન રિપેરિંગ માટે લાઈન બંધ કરવી પડી હોય અને ત્યારબાદ ફરી લાઈન ચાર્જ કરવામાં સમય લાગે તેના કારણે સેન્ટ્રલ રાજકોટના અમુક વિસ્તારોમાં આજે નિયત સમય કરતાં બે કલાક મોડું પાણી વિતરણ થયું હતું. જો કે, આજે બપોરથી રાબેતા મુજબ પાણી વિતરણ શ થઈ ગયાનું તેમણે ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application