રાજકોટઃ કલેક્ટરના અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક, અકસ્માત ઘટાડવા માટે આપી આ સૂચના

  • May 23, 2024 10:14 PM 

જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. ધોરી માર્ગો પર અકસ્માતનું પ્રમાણ સતત ઘટે તે દિશામાં કરવામાં આવતી કામગરી અર્થે રોડ રીપેરીંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, કેટ આઈ, રમ્બલ સ્ટ્રીપ, સ્પીડ લીમીટ, સ્પીડ બ્રેકર, સાઈનેજીસ, હાઇવે - એપ્રોચ કનેક્ટિવિટી પાસે રોડ એંજિનયિરિંગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.    


કલેકટરે આપી આ સૂચના

આ સાથે કલેકટરએ અકસ્માત માટે કારણભૂત હાઈવે પરની હોટેલ, પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદેસર રીતે મીડીયમ બ્રેકીંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી, અનધિકૃત હોર્ડિંગ્સ, દબાણો દૂર કરવા સૂચના આપી હતી.  


બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને રૂડા દ્વારા નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કોરાટ ચોકડી સહીત ૧૪ ચોકડી પર વાહન ડાયવર્ઝન માટે બેરીકેટ લગાવવા તેમજ ટ્રાફિક સમસ્યા દૂર કરવા અંગે આયોજનની વિગતો પુરી પાડી સાઈનેજીસ, રમ્બલ સ્ટ્રીપ સહિતની કામગીરીની વિગતો આપી હતી.


નેશનલ હાઇવે ડિવિઝન દ્વારા રાજકોટ બામણબોર હાઇવે પર કુવાડવા પાસે, માલિયાસણ પાસે, પટેલ વિહાર પાસે, હિરાસર એરપોર્ટ પાસે રોડ પર સાઈનેજીસ, રમ્બલ સ્ટ્રીપ સહિતની કામગીરીની વિગતો પુરી પાડી હતી. ૧૦૮ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ માસમાં અકસ્માતના પ્રમાણમાં થયેલા ઘટાડા અને રિસ્પોન્સ ટાઈમમાં થયેલા ઘટાડા, આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર ઓવર સ્પીડ, સીટ બેલ્ટ, હેલ્મેટ અંગે ચલાવવામાં આવેલી ઝુંબેશ, અકસ્માતમાં મદદરૂપ બનતા લોકોને સમરીટન એવોર્ડ અંગે બોલબાલા ટ્રસ્ટ દ્વારા જનજાગૃતિ અંગે કરવામાં આવેલા સેમિનારની વિગતો રજૂ કરી હતી.


જરૂરી પગલા લેવા સૂચના

કલેકટર દ્વારા આગામી દિવસોમાં ચોમાસુ ઋતુ શરુ થવાનું હોઈ હાઈવે પર વરસાદના પાણી ન ભરાય તેમજ તેના કારણે અકસ્માતો ન બને તે માટે વિવિધ એજન્સીઓને જરૂરી પગલાંઓ લેવા ખાસ સૂચન કર્યું હતું. 


આ વર્ષે રાજકોટ જિલ્લા રોડ સેફટી કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવવા બદલ કલેકટર જોશીએ અભિનંદન પાઠવી તમામ વિભાગની કામગીરીની પ્રશંસા કરી હજુ પણ અકસ્માત સંભવિત વિસ્તારોમાં સઘન કામગીરી કરવા પ્રેરણા પુરી પાડી હતી.


આ બેઠકમાં આર.ટી.ઓ અધિકારી કે. એમ. ખપેડ, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય સહીત એન.એચ.એ.આઈ., એન.એચ. ડિવઝન, ડીસ્ટ્રીકટ આર.એન્ડ.બી., સિવિલ, ૧૦૮ સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application