મહાકુંભમાં જઇ ગંગા સ્નાન કરવા ઇચ્છતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રના મુસાફરો માટે ખુશખબર છે કે આવતીકાલે સવારે પાંચ કલાકે રાજકોટ–પ્રયાગરાજ–રાજકોટ વોલ્વો બસ સેવાનું પ્રસ્થાન થવા જઇ રહ્યું છે, આ બસ માટે ફકત ઓનલાઇન બુકીંગથી જ ટિકિટ મેળવી શકાશે અને રાજકોટથી પ્રયાગરાજની ટિકિટ .૮૮૦૦ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસટી દ્રારા અમદાવાદથી પ્રયાગરાજ બસ સેવા શ કરાઇ ત્યારે સૌપ્રથમ એકમાત્ર આજકાલ દૈનિક દ્રારા સૌરાષ્ટ્ર્ર–કચ્છની દોઢ કરોડની વસ્તી માટે રાજકોટથી વોલ્વો બસ સેવા શ કરો તેવો અહેવાલ તા.૨૯–૧–૨૦૨૫ ને બુધવારના અંકમાં પ્રસિધ્ધ કરાયો હતો જેના ચાર દિવસ બાદ ગઇકાલે તા.૨ ફેબ્રુઆરીના રોજ રાજકોટથી પ્રયાગરાજ બસ સેવા શ કરવા સરકાર દ્રારા સત્તાવાર જાહેરાત કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે ગુજરાત રાયના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શનમાં રાય સરકાર દ્રારા સેવાનો વ્યાપ વધારવા રાજકોટ થી પ્રયાગરાજ માટે નવીન વોલ્વો સર્વિસ શ કરવા નિર્ણય કરાયો છે.
તેમણે ઉમેયુ હતું કે રાજકોટ–પ્રયાગરાજ બસ સેવાનો પ્રારભં આવતીકાલે તા.૪ ફેબ્રુઆરીને મંગળવારથી થશે. રાજકોટ એસટી બસ પોર્ટ ખાતેથી વહેલી સવારે પાંચ કલાકે બસને લીલીઝંડી આપી મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવાશે. રાજકોટ ખાતેથી શ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ (મધ્યપ્રદેશ બોર્ડર) મુકામે કરવામાં આવનાર છે. જયારે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્રારા પોતાની રીતે કરવાની રહેશે. રાજકોટથી પ્રતિ વ્યકિત પેકેજ રાજકોટથી .૮૮૦૦ નિયત કરવામાં આવેલ છે. રાજકોટ–પ્રયાગરાજ વોલ્વો બસ માટેનું ઓનલાઇન બુકિંગ www.gsrtc.in પરથી થઇ શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુંવાવ નજીક આવેલા ક્રિષ્ના ગૌશાળામા મોડી રાત્રે આગ લાગી હતી.
February 03, 2025 01:43 PMભાણવડ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ,કૉંગ્રેસ,આપ દ્વારા પૂરજોશથી તૈયારીઓ
February 03, 2025 01:41 PMકયા દેશમાં સરકાર પોતાની મરજીથી મરવાની પરવાનગી આપે છે? ભારતના આ રાજ્યમાં પણ છૂટ
February 03, 2025 12:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech