ખોટના ખાડામાં ખડબદતા ગુજરાત એસટી નિગમના રાજકોટ એસટી ડિવિઝને નફો કર્યો છે અને સાથે જ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ આવક કમાનાર ડિવિઝન તરીકે ઉભરી આવ્યું છે.વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.ક્લોતરાએ જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં રાજકોટ એસટી ડિવિઝનની કુલ વાર્ષિક આવક રૂ.૨૩,૧૪૮.૧૩ લાખ થઇ છે અને ૭૩૬.૮૩ લાખ મુસાફરોએ એસટી બસમાં પરિવહન કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગત વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં રાજકોટ એસટી ડિવિઝનની કુલ વાર્ષિક આવક રૂ.૨૧૯૫૯.૪૨ લાખ હતી અને કુલ ૬૭૫.૪૬ લાખ મુસાફરોએ એસટી બસમાં પરિવહન કર્યું હતું.ઉપરોક્ત મુજબ વર્ષ ૨૦૨૩-૨૦૨૪ની તુલનાએ વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં આવકમાં રૂ.૧૧૮૮.૭૧ લાખનો વધારો થયો છે તેમજ મુસાફરોની સંખ્યામાં ૬૧.૩૭ લાખનો વધારો નોંધાયો છે.
રાજકોટ એસટી ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ રાજકોટ બસપોર્ટ ઉપરાંત ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપો ઉપરાંત પડધરી, વીરપુર સહિતના ૧૫ જેટલા કન્ટ્રોલ પોઇન્ટ્સ આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને દર વર્ષે સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ આવક રાજકોટ એસટી ડિવિઝનમાંથી થાય છે.જ્યારે રાજકોટ એસટી ડિવિઝનના કુલ નવ ડેપોમાં સૌથી વધુ આવક રાજકોટ એસટી બસપોર્ટ ડેપોમાંથી થવા પામી છે. રાજકોટ એસટી બસ પોર્ટમાં દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવરજવર થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech