ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકિંગ સ્કવોડ દ્રારા તાજેતરમાં વિવિધ ટની બસોમાં ચેકિંગ કરતા મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ નહીં આપીને કટકી કરતા બે બસ કંડકટર રંગેહાથ ઝડપાયા હતા, આ બન્નેને સસ્પેન્ડ કરવા કાર્યવાહી શ કરાઇ છે. તદઉપરાંત કંડકટરને પૈસા પણ ન આપ્યા હોય અને ટિકિટ પણ લીધી ન હોય તે રીતે મુસાફરી કરતા ૨૧ મુસાફરો ઝડપાયા હતા જેની પાસેથી .૮૩૭૫ના દંડની વસુલાત કરાઇ હતી.
વધુમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે લાઇન ચેકિંગ સ્કવોડ દ્રારા ઉપરોકત ઉપરાંત અન્ય વિવિધ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત અને અનિયમિતતાઓના ૪૩ કેસ કરાયા હતા જેમાં (૧) બસમાં સ્વચ્છતા ન હોવી (૨) બસ અનિયમિત હોવી (૩) ડ્રાઇવર–કંડકટરએ યુનિફોર્મ પહેર્યેા ન હોવો (૪) નિયત બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખવી (૫) હાઇ વે ઉપરની હોટેલોમાં ગેરકાનૂની હોલ્ટ (૬) બસમાં નિયત માત્રા કરતા વધુ પેસેન્જર ભરવા (૭) બસમાં આગળ અને પાછળ ટ બોર્ડ ન હોવું (૮) મુસાફરો કે પાસ ધારકો સાથે ડ્રાઇવર–કંડકટરના વાણી, વર્તન અને વ્યવહાર યોગ્ય ન હોવા (૯) નિયત માત્રા કરતા વધુ લગેજ હોવા છતાં લગેજ ટિકિટ ન બનાવવી (૧૦) જોખમી રીતે ડ્રાઇવિંગ વિગેરે બાબતનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech