રાજકોટ રેલવે ડિવિઝનની પાર્સલ આવકમાં ૪૩.૧૦%નો જંગી વધારો
રાજકોટ રેલવે ડિવિઝનની પાર્સલ આવકમાં ૪૩.૧૦%નો જંગી વધારો
April 06, 2026 03:54 PM
રાજકોટ રેલવે ડિવિઝને ૨૦૨૫–૨૬ના નાણાકીય વર્ષમાં પાર્સલ આવકમાં .૧૫ કરોડનો આંકડો વટાવીને રેકોર્ડ સ્થાપ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ડિવિઝને આ સમયગાળા દરમિયાન .૧૫.૦૫ કરોડની પાર્સલ આવક મેળવી છે, જે પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના . ૧૦.૫૪ કરોડની સરખામણીએ ૪૩.૧૦% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ડિવિઝનની ૪૨ અસ્કયામતોનો પૂર્ણ ઉપયોગ થતા કાર્યક્ષમતામાં ધરખમ વધારો નોંધાયો છે. જેમાં ૨૪ ટનની ક્ષમતા ધરાવતી ૩૪ પાર્સલ વેન જોડીને તેનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું. આ માધ્યમથી ૭૬૫.૧૬ ટન વધારાના માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું. જેનાથી છ૬૬.૦૯ લાખની વધારાની આવક થઈ છે