રાજકોટ: આજે દશેરાનાં દિવસે શસ્ત્રપૂજન કરવાનું ખાસ મહત્વ હોય છે. ઠેર-ઠેર શસ્ત્રપૂજનનાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટનાં પોલીસ હેડક્વાર્ટરમાં પણ દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સાફો પહેરી શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર શસ્ત્રોનું પૂજન કર્યું હતું.આ તકે અધિક પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં. સમાજમાં રહેલી આસુરી શક્તિઓનો નાશ કરવામાં પોલીસને સફળતા મળે તેવા આશયથી આજે આ શસ્ત્રપૂજન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.શહેર પોલીસનાં આ ખાસ કાર્યક્રમમાં પોલીસ પાસે રહેલા હથિયારો જેવા કે, પિસ્તોલ, રાઇફલ સહિતનાં હથિયારો એકસાથે રાખવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ શસ્ત્રોને તિલક કરી તેની વિધિવત પૂજા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર પોલીસના અધિકારીઓ જેમાં પોલીસ કમિશનર ઉપરાંત અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક પુજા યાદવ તથા તમામ એસીપી,પીઆઇ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. (તસવીર: દર્શન ભટ્ટી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech