રાજકોટ શહેર પોલીસ કમિશનરની સીટ પણ છેલ્લ ા બે વખતથી ક્રાઈમ બ્રાંચની સીટ માફક કાંટાળી બની ગઈ હોય તેમ રાજકોટ શહેરની કમનસીબી મુજબ બબ્બે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને રાજુ ભાર્ગવની કલાકોમાં જ બદલી થઈ અને તાત્કાલીક ચાર્જ છોડવા પડયા. અગ્રવાલને ધારાસભ્ય અને વેપારીના ભ્રષ્ટ્રાચાર નડી ગયા. જયારે ભાર્ગવને અિકાંડની ઝાળે દઝાડયા.
રાજકોટ શહેરની અગાઉ પોલીસ ડીપાર્ટમેન્ટમાં સોને કી ચીડીયા જેવી છાપ પડી ગઈ હતી. અહીં ભુમાફીયાઓ પણ એટલા ફત્પટી નીકળી પડયા હતા કે, જમીન કૌભાંડો, બોગસ સાટાખતો કરી સીએમ (કોમન મેન), વેપારીઓ, બિલ્ડરોની જમીનો વિવાદીત કરી નખાતી હતી અને આવી જમીનોના પ્રકરણો પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચતા ત્યાર બાદ ત્યાંથી વહીવટ મુજબની કાર્યવાહી થતી હતી. લાખો–કરોડોના હવાલાઓ લેવાતા હતા. આવા કથીત આક્ષેપોની હારમાળાઓ સર્જાઈ હતી. કહેવાઈ છે કે, અહીં ફરજ બજાવનારા અધિકારીઓ બધી રીતે ખુશખુશાલ રહેતા. છેલ્લ ા બે વખતથી રાજકોટ પોલીસ કમિશનરની સીટ પર આરૂઢ થયેલા બન્ને કમિશનરને જતાં જતાં બદનામી ખમવી પડી છે. મનોજ અગ્રવાલ પાંચ વર્ષ પુર્વે ૧૮૭૨૦૧૮ના રોજ રાજકોટ પોલીસ કમિશનર તરીકે આરૂઢ થયા હતા. તેઓની સામે ૨૦૨૨ના જાન્યુઆરી માસમાં રાજકોટના પુર્વ ધારાસભ્ય તેમજ વેપારી સખીયાબંધુ દ્રારા આર્થિક ભ્રષ્ટ્રાચારની ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી હતી. એકાદ મહિના સુધી ગાજેેલા સમગ્ર પ્રકરણમાં વર્તમાન ડીજીપી વિકાસ સહાય કે જે એ સમયે ગાંધીનગર ટ્રેનીંગ સેન્ટરના વડા હતા. તેમને સરકારે તપાસ સોંપી હતી. ૨૦–૨૫ દિવસ સુધી ચાલેલી તપાસમાં નાની માછલીઓ જેવા અધિકારીઓ, સ્ટાફ સસ્પેન્ડ થયો હતો અને ૨૮૨૨૦૨૨ના રોજ મનોજ અગ્રવાલની પોલીસ બેડામાં સાઈડ લાઈન ગણાતા જૂનાગઢ ટ્રેનીંગ સેન્ટર ખાતે બદલી થઈ હતી. જો કે, હાલમાં તેઓની બદલી ગાંધીનગર થઈ ગઈ છે.
મનોજ અગ્રવાલની બદલી થતાં બે માસ જેવો સમય ઈન્ચાર્જ સીપી તરીકે ખુરશીદ અહેમદ રહ્યા હતા. અહીં નવા સીપી તરીકે રાજુ ભાર્ગવનું પોસ્ટીંગ થયું હતું અને તેઓએ બે વર્ષ પહેલા ૨૬૫૨૦૨૨ના રોજ રાજકોટના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. સીપી ભાર્ગવ સામે તેમના રાજકોટના ફરજકાળ દરમિયાન કોઈ આર્થિક મામલાના કે ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા ન હતા પરંતુ તેઓને ગત શનિવારે ગેમઝોનમાં થયેલા અિકાંડની આગ દઝાડી ગઈ હતી. તેઓની ગઈકાલે બદલી થઈ અને પુર્વ કમિશનર મનોજ અગ્રવાલની માફક જ તાત્કાલીક ચાર્જ છોડવો પડયો છે. કહેવાય છે કે, રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં કોઈ અધિકારી શાંતિપુર્વક સારી જગ્યાએ જઈ નથી શકતા આવું જ છેલ્લ ા બે વખતથી પોલીસ કમિશનરની સીટ પર બની રહ્યું છે. જો કે, બદલીઓ થાય છે તે સરકારી વહીવટી પ્રક્રિયા હોય છે બાકી તાત્કાલીક બદલીઓ અને એવી જગ્યાઓ આ બધું ચર્ચારૂપ માનવું રહયું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech