BREAKING NEWS

રાજકોટ મનપાની સંપૂર્ણ મતદાર યાદીની કિં. રૂા.૩૧,૦૦૦; ખરીદવા પક્ષોની પડાપડી

  • April 17, 2026 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર છે અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે મતદાર યાદી ખરીદવા વિવિધ રાજકીય પક્ષોએ પડાપડી બોલાવી છે. સમગ્ર શહેરના ૧૮ વોર્ડની સંપૂર્ણ મતદાર યાદીની કિંમત રૂ.૩૧૦૦૦ છે. જ્યારે વોર્ડ વાઇઝ ફક્ત જે તે વોર્ડની મતદાર યાદી કિંમત પેઇજની સંખ્યા મુજબ અલગ અલગ છે...વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું..
મહાપાલિકામાં મતદાર યાદીના વેચાણ માટેની વ્યવસ્થા તસ્વીરમાં નજરે પડે છે.કે ફાઈનલ મતદારયાદી પ્રસિધ્ધ થઈ ત્યારથી મતદાર યાદી ખરીદવા માટે લાઇન લાગી છે.મુખ્ય ઓફિસ ઉપરાંત તમામ વોર્ડ ઓફિસ ખાતેથી જે તે વોર્ડની મતદાર યાદી મળી રહે તેની વ્યવસ્થા ઉપલબ્ધ છે.ચૂંટણી નજીક આવતા દરેક પોલિંગ બુથ બહાર દરેક રાજકીય પક્ષના ટેબલ ઉપર મતદાર યાદી રાખવામાં આવતી હોય છે આથી હાલથી મતદાર યાદી મેળવી રાજકીય પક્ષો તેની ઝેરોક્ષ કરાવી કાર્યકર્તાઓને આપતા હોય છે. મતદાર યાદીની સોફ્ટ કોપી પણ ઉપલબ્ધ છે. મતદાર યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન તેમજ બૂથમાં થયેલા ફેરફારને કારણે બૂથની સંખ્યા વધતા આ વખતે મતદાર યાદીની ડિમાન્ડ વધુ રહી હોવાનું સ્ટાફના વર્તુળોએ જણાવ્યું હતું.આગામી તા.૨૫મીથી મહાપાલિકાના તમામ બુથનો કલેકટર તંત્ર દ્વારા કબજો લેવામાં આવશે. કલેકટર તંત્રને બુથની મિલક્તો સોંપતા પૂર્વે દરેક બુથના બિલ્ડીંગનું સીટી ઇજનેરો તેમજ વોર્ડના ડેપ્યુટી ઇજનેરો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યાં આગળ લાઈટ, પાણી અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાનું નિરિક્ષણ કરી જરૂરી સુધારા વધારા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News