BREAKING NEWS

રાજકોટ માર્કેટ યાર્ડની વાર્ષિક આવક રૂા.૪૧.૫૨ કરોડ, નફો રૂા.૧૦.૧૯ કરોડ

  • April 07, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ બેડીની આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તરોતર વધારો થયો છે. તાજેતરમાં જાહેર કરાયેલા ગત નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૦૨૬ના હિસાબોમાં કુલ ૪૧.૫૨ કરોડની આવક અને ૩૧.૩૩ કરોડનો ખર્ચ થયો છે, યારે ૧૦.૧૯ કરોડનો નફો થયો છે. સહકારી નેતા જયેશભાઇ રાદડિયાના સતત માર્ગદર્શન હેઠળ ચેરમેન જયેશભાઇ બોઘરા દ્રારા યાર્ડમાં વિકાસકામોની વણઝાર સજીર્ને યાર્ડને નવી ઓળખ પ્રસ્થાપિત કરાઇ છે.
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેનપદે જયેશભાઇ બોઘરાએ તા.૨.૧૨.૨૦૨૧થી ચાર્જ સંભાળ્યો હતો. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬માં સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં અતિવૃષ્ટ્રિ–માવઠાંની સ્થિતિ વચ્ચે પણ માર્કેટ યાર્ડની કુલ આવક .૪૧.૫૨ કરોડ થઇ છે, જે ગત વર્ષથી વધુ છે.ચેરમેન જયેશભાઈ બોઘરા દ્રારા તેમના કાર્યકાળ દરમ્યાન અત્યાર સુધીમાં અંદાજીત .૫૧ કરોડના વિકાસકામ કરવામાં આવ્યા છે તેમજ વર્ષ ૨૦૨૬–૨૭માં અંદાજે .૧૫ કરોડથી વધુના વિકાસકામ કરવામાં આવનાર છે.ચેરમેન પદે જયેશભાઇ બોઘરાએ ચાર્જ સંભાળેલ તે સમય દરમ્યાન યાર્ડની કુલ આવક .૨૬ કરોડની આસપાસ રહેતી હતી, જે વધારીને હાલ ૪૧.૫૨ કરોડ સુધી પહોંચી છે, જયારે પાંચ વર્ષ દરમિયાન કરોડો .ના વિકાસકામો કરવા સાથે વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન ા.૧૦.૧૯ કરોડની બચત કરી પરિણામલક્ષી કામગીરી કરી બતાવી છે.
ચેરમેન જયેશભાઈ બોઘરા દ્રારા નાણાકીય વર્ષની શઆતમાં જ વર્ષ દરમ્યાન થનાર આવક, કરવામાં આવનાર ખર્ચ તેમજ કરવાના વિકાસના કામો અને આવકના ધોરણો અંગે અગાઉથી લયાંક નક્કી કરવામાં આવે છે, આ લયાંક પાછળ સતત મોનીટરીંગ કરી લયાંકો પરિપૂર્ણ થાય તે માટે સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા સેક્રેટરી સહિતના સ્ટાફ દ્રારા રાત–દિવસ મહેનત કરવામાં આવે છે.
આગામી દિવસોમાં રાજકોટ યાર્ડમાં નવા શેડ બનાવવા સાથે સહકારી ક્ષેત્રના કદાવર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની કાયમી સ્મૃતિ માટે તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે.
પોપટભાઈ સોરઠીયા સબ માર્કેટયાર્ડ (જુના માર્કેટયાર્ડ)માં તબક્કાવાર રીનોવેશન કરવામાં આવેલ છે. તેમજ જુના માર્કેટયાર્ડમાં બાકી રહેલ કલરનું કામ હાથ ઉપર લેવામાં આવેલ છે.
જુના માર્કેટયાર્ડ સંકુલમાં હયાત તમામ મેઈન રોડ કે યાં ટ્રાફિક ભારણ વધુ રહેતું હોઈ ત્યાં આર.સી.સી. રોડ અને બાકીના રોડને ડામર રોડ બનાવવામાં આવેલ છે, તેમજ વધારાના ટોઇલેટ બ્લોક બનાવી તેનું સંચાલન ખાનગી એજન્સીને સોંપી સમગ્ર યાર્ડ સંકુલમા સ્વચ્છતા બાબતે કડક ધોરણો અપનાવામાં આવ્યા છે માર્કેટયાર્ડમાં કામ કરતાં લાયસન્સદાર હમાલમજુરતોલાટ વ્યકિતઓના આકસ્મિક અવસાન બદલ .૫૦,૦૦૦ની સહાયની નવી યોજના ચાલુ કરવામાં આવેલ છે.
સરકારની ખેડૂતોને લગતી ઓનલાઈન સેવાનો લાભ ખેડૂતોને મળી રહે તે હેતુથી માર્કેટયાર્ડમાં કિશાન સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે.
બજાર સમિતિ દ્રારા નહિ નફો અને નહી નુકશાનના ધોરણે બજાર સમિતિ રાજકોટની બ્રાન્ડનેમથી ઘઉં વેચાણ માટેનું રીટેઇલ કેન્દ્ર માર્કેટયાર્ડમાં ખોલવામાં આવેલ છે. રાજકોટ માર્કેટયાર્ડના મુખ્યયાર્ડ તેમજ સબયાર્ડમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી ઘનિ સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. તેમજ બજાર સમિતિના શાકભાજી યાર્ડમાંથી નીકળતા લીલા કચરાના નિકાલ માટે બાયોવેસ્ટ પ્લાન્ટ નાખવામાં આવેલ છે. જેમાં લીલા કચરાનું પ્રોસેસિંગ કરી ઉત્પન્ન થતા ખાતરનું ખેડૂતોમાં રાહતદરે વિતરણ કરવામાં આવે છે.
રાજકોટ માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ માટે અન્ય રાયમાંથી આવતા વેપારીઓ માટે આરામગૃહની સગવડ આપવામાં આવેલ છે.
યાર્ડમાં વોટર પ્યુરીફાઈ ટેકનીકથી વોટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવેલ છે. જેનાથી બજાર ભાવથી નીચાદરે ગોડાઉનદુકાનો ધરાવતાં માલિકોને ડોર ટુ ડોર પાણી પહોચાડવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News