રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે, ધરોહર લોકમેળો આજથી રદ કરવામાં આવ્યો છે. તથા સ્ટોલ ધારકોને ભરેલી રકમ તેમજ ડિપોઝિટની રકમ 100 ટકા પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા શહેર-1 પ્રાંત અધિકારી સુશ્રી ચાંદની પરમારે એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 24 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવ્યો હતો. પરંતુ પ્રવર્તમાન સમયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી છે.
આથી લોકોની સલામતીના હેતુસર આજે ૨૭મી ઓગસ્ટથી "ધરોહર" લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકમેળાના આયોજન માટે મંડપ, ઇલેક્ટ્રિકલ વાયરીંગ તથા અન્ય ખર્ચાઓ મળીને કુલ મળીને આશરે રૂપિયા બે કરોડ જેવો ખર્ચો થયો છે. જેની દરકાર કર્યા વિના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉદાર નિર્ણય મુજબ, સ્ટોલધારકોએ ભરેલી ભાડાની 100 ટકા રકમ તથા ડિપોઝિટની 100 ટકા રકમ લોકહિતમાં પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech