BREAKING NEWS

રાજકોટ જીએસટીની ડિસેમ્બર સુધીની આવક લક્ષ્યાંક કરતા 1.75 ટકા વધુ, રૂ. 2,320 કરોડ

  • January 06, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ વિભાગની આવકમાં વર્ષ 2025ના અંતે આવકમાં નોંધપાત્ર 6.1 ટકાનો વધારો થયો છે. ત્યારે રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગની આવકમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2025ના અંતે એપ્રિલ મહિનાથી લઈ ડિસેમ્બર મહિના સુધીમાં નવ મહિનામાં રાજકોટ વિભાગ-10ની અસરકારક કામગીરીના કારણે લક્ષ્યાંક કરતા કુલ આવકમાં 1.75 ટકાનો વધારો થયો છે. જ્યારે માત્ર ડિસેમ્બર મહિનામાં લક્ષ્યાંક કરતા 11.85 ટકા ઓછી નોંધવામાં આવી છે.

આ અંગે રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગ 10ના જોઈન્ટ કમિશનર કે.એસ.ગોહિલના જણાવ્યા પ્રમાણે વિભાગ 10ને નાણાકીય વર્ષ 2024-25માં ડિસેમ્બર મહિના સુધીનો લક્ષ્યાંક રૂ.2,280 કરોડ આપવામાં આવ્યો હતો, જેની સરખામણીમાં 40 કરોડનો વધારા સાથે રૂ.2320 કરોડ નોંધવામાં આવી છે. જ્યારે તેનાથી ઊલટું ડિસેમ્બર મહિનામાં લક્ષ્યાંક કરતા આવકમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. રૂ.253 કરોડ સામે આવક 30 કરોડ ઓછી એટલે કે રૂ.223 કરોડ નોંધવામાં આવી છે. આમ છતાં સ્ટેટ જીએસટી વિભાગ 10ને નવેમ્બર મહિના સુધીની આવક રૂ. 2000 કરોડને પાર થઈ હતી.

છેલ્લા નવ મહિનામાં રાજકોટ વિભાગ 10ને થયેલી જીએસટીની આવકના આંકડાઓ પર નજર કરીએ એપ્રિલમાં 383 કરોડ, મે મહિનામાં 219 કરોડ, જૂનમાં 204 કરોડ, જુલાઈમાં 249 કરોડ, ઓગસ્ટમાં 264 કરોડ, સપ્ટેમ્બરમાં 225 કરોડ, ઓક્ટોબરમાં 276 કરોડ, નવેમ્બર 276 કરોડ અને ડિસેમ્બરમાં 223 કરોડ જેટલી આવક નોંધવામાં આવે છે. જેમાં મહદ અંશે ગત વર્ષની સરખામણીમાં સમાન સમયગાળામાં માસિક આવકમાં વધારો જ્યારે નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઘટાડો નોંધવામાં આવ્યો છે.

જીએસટીની આવક અંગે રાજકોટ શહેરના તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે જેનું મુખ્ય કારણ ખાસ કરીને સપ્ટેમ્બર બાદ છેલ્લા ત્રણ મહિનામાં માત્ર આયાતી ઉત્પાદનોમાંથી આવકમાં વધારો નોંધવામાં આવ્યો છે. જીએસટીના દર ઘટાડા બાદ માલ સસ્તો થયો છે. જેથી લક્ઝરી ચીજ વસ્તુ પર સેસ વસૂલવામાં આવતો નથી. ફક્ત તમાકુ સંબંધિત ઉત્પાદનો પર વસૂલવામાં આવે છે. તે હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application