રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના આંગણવાડી કેન્દ્રોમાંથી મોટાભાગના કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે. આ પરિસ્થિતિ દૂર કરવા માટે અને પોતાની માલિકીનું મકાન બની રહે તે માટે રાજકોટ જિલ્લા પંચાયતે પિયા ૨૦.૩૮ કરોડના ખર્ચે ૧૧૦ આંગણવાડી કેન્દ્રના નવા બિલ્ડીંગો બાંધવાનો નિર્ણય લીધો છે.
રાજકોટ જિલ્લા પંચાયત પાસે વર્ષ ૨૦૧૨– ૧૩ થી વર્ષ ૨૦૧૫– ૧૬ સુધીની બચત રહેલી ૨૦,૩૮,૮૧,૫૦૦ ની રકમ આ હેતુ માટે વાપરવા માટેની દરખાસ્ત મકાન બાંધકામ વિભાગ ગાંધીનગરમાં મોકલવામાં આવી હતી અને તે આખરે સરકારે મંજૂર કરતા હવે ૧૨ વર્ષ જૂની પડતર ગ્રાન્ટમાંથી આંગણવાડીના બિલ્ડીંગો બનાવવામાં આવશે.
રાજકોટ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર દ્રારા આ સંદર્ભે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને એક પત્ર પાઠવીને પ્રત્યેક આંગણવાડી બિલ્ડીંગ પાછળ સરેરાશ પિયા ૧૨ લાખના યુનિટ કોસ્ટ મુજબ કુલ ૧૧૦ આંગણવાડી કેન્દ્રને બાંધકામની મંજૂરી આપવામાં આવી છે.
મનરેગા યોજનામાં વર્ષ ૨૦૧૭ –૧૮ થી વર્ષ ૨૦૧૯ –૨૦ સુધીમાં મંજૂર થયેલા ૫૧ જેટલા કેન્દ્રો ઘણા લાંબા સમયથી આયોજનમાં લીધા પછી પણ શ થયા નથી. આ ઉપરાંત અન્ય જુદી જુદી યોજનાઓ જેવી કે ૧૫ મું નાણાપંચ, ૧૫% વિવેકાધીન યોજના, એટીવીટી, શ્યામા પ્રસાદ મુખરજી યોજનામાં મંજૂર થયેલા કેન્દ્ર જુના એસ.ઓ.આર મુજબના હોય બાંધકામ શ થયા નથી. આ તમામ આંગણવાડી કેન્દ્રો રદ કરી અન્ય આયોજનમાં સમાવી લેવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી અને સરકારે તેનો સ્વીકાર કર્યેા છે.
મંજુર થયેલા નવા ૧૧૦ આંગણવાડી કેન્દ્રોમાં બિલ્ડીંગોમાં જસદણ અને વિછીયા તાલુકાના ૨૫ બિલ્ડીંગો બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય, જામ કંડોરણા, પડધરી ગોંડલ ઉપલેટા કોટડા સાંગાણી જેતપુર લોધીકા સહિતના તાલુકાઓમાં પણ નવા આંગણવાડી કેન્દ્રોના બિલ્ડીંગને મંજૂરી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech