રાજકોટ ડેરી અને રા.લો. સંઘના નવા સુકાનીઓ કોણ? ભાજપે સેન્સ લીધી

  • April 10, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ (રા.લો. સંઘ) માં ચેરમેન અને વાઇસ ચેરમેનની ખાલી પડનારી જગ્યા પર કોને જવાબદારી સોપી શકાય? રાજકોટ ડેરીમાં ખાલી પડનારી ચેરમેનની જગ્યા પર કોને પસંદ કરી શકાય? તે મામલે આજે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી હતી.

ઢેબર રોડ પર આવેલ રાજકોટ જિલ્લા ભાજપ કાયર્લિય ખાતે બપોરે 12 વાગ્યાથી સેન્સની પ્રક્રિયા શરૂ થઈ હતી અને રાજકોટ ડેરીના 15 તથા રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘના 17 મળી 32 સભ્યોની વન ટુ વન સેન્સ લેવામાં આવી હતી. ડેરીમાં વર્તમાન ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાની અને રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને વાઇસ ચેરમેન સંજય અમરેલીયાની ટર્મ પૂરી થતી હોવાથી આગામી તારીખ 17 ના રોજ રા.લો. સંઘમાં અને તારીખ 12 ના રાજકોટ ડેરીમાં ચૂંટણી યોજવાની છે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાએ તમામ સભ્યોને શાંતિથી સાંભળ્યા હતા. બપોરના 1-30 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂરી થયા પછી ભોજનના વિરામ બાદ બપોરે ત્રણ વાગ્યે ભાજપ સંકલન સમિતિની બેઠક ધારાસભ્યો સંસદ સભ્યો જિલ્લા ભાજપ્ના મહામંત્રીઓ પ્રદેશ સંગઠનમાં હોદ્દો ધરાવતા રાજકોટ જિલ્લા ભાજપ્ના આગેવાનો વગેરેની સંયુક્ત બેઠક મળી હતી અને તેમાં સભ્યો દ્વારા સેન્સની પ્રક્રિયામાં જે કોઈ વાત થઈ તે નિરીક્ષકોએ આ બેઠકમાં મૂકી હતી. સંકલન સમિતિમાં સમગ્ર ચચર્િ થયા પછી આ અંગેનો રિપોર્ટ પ્રદેશ ભાજપ્ને મોકલવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application