રાજકોટને કોરોનાની નઝર લાગી : આજના 63 ટેસ્ટ કોરોના પોઝિટિવ

  • August 13, 2020 08:39 PM 484 views

રાજકોટ શહેરમાં રોજ કોરોનાનો પોઝિટિવ આંક વધી રહ્યો છે જાણે રાજકોટની ખુશીઓને કોરોનાની નઝર લાગી ગઈ હોય એમ લાગે છે. આજે તંત્ર દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર 63 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 33 અને ત્યાર પછી 5 વાગ્યા સુધીમાં 30 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

 

આમ નવા 63 કેસ સાથે રાજકોટમાં હાલ સુધીના 1994 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી હાલ 853 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 49 લોકોને કોરોના ભરખી ગયો છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવના વધતા આંકડાઓ રાજકોટવાસીઓની બેદરકારી છે કે તંત્રના મેનેજમેન્ટની ભૂલ એ સવાલ ઉભો થઈ રહ્યો છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application