કાઠીયાવાડની લોક સંસ્કૃતિના ધરોહરસમા આકાશવાણી રાજકોટ કેન્દ્રનો આજે જન્મ દિવસ છે. આજે આ કેન્દ્રને ૭૦ વર્ષ પુર્ણ થયા. આ કેન્દ્રનો ઈતિહાસ પણ રોચક રહ્યો છે. ૧૯૫૩માં દિલ્હીમાં રાષ્ટ્ર્રપતિ ભવનમાં દેશભરના કલાકારોનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર્રના જાણીતા લોકકવિ દુલા ભાયા કાગને નિમંત્રણ મળ્યું હતું. આ કાર્યક્રમમાં દુલા ભાયા કાગની કૃતિઓએ તત્કાલીન રાષ્ટ્ર્રપતિ વડાપ્રધાન સહિત સૌ મહાનુભાવોને ડોલાવ્યા હતા. તેથી કાર્યક્રમ પુરો થયા બાદ સૌરાષ્ટ્ર્ર સ્ટેટના તત્કાલીન મુખ્યમંત્રી ઢેબરભાઈએ વડાપ્રધાન સહિતના મહાનુભાવો સમક્ષ રાજકોટને આકાશવાણીનું કેન્દ્ર આપવાની માગણી કરી હતી જે સ્વીકારાઈ અને તા.૪૧૧૯૫૫ના રોજ જુના મકાનમાં આકાશવાણી રાજકોટ કેન્દ્રનો પ્રારભં થયો.
જેનો પ્રથમ કાર્યક્રમ હતો ગામનો ચોરો. આકાશવાણીના ડાયરેકટર જનરલ બી.વી.કેસકર, દુલા ભાયા કાગ અને સૌરાષ્ટ્ર્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરની હાજરીમાં એક કિલો વોટના મીડીયમ વેવનું રાજકોટ રેડિયો સ્ટેશન બન્યું હતું અને ઓકટોબર ૧૯૬૨માં ૧૦–૧૦ કિલો વોટના બે ટ્રાન્સમીટર મુકાયા હતા. જેમાં ક્રમશ વધારો થતો રહ્યો.
લોકપ્રિય કાર્યક્રમ
ગામનો ચોરો, યુવવાણી, અર્ચના, નીરખને ગગનમાં, સોના વાટકડી, રત્નકણીકા, મળવા જેવા માણસ, જય ભારતી, ફોન ઈન ફરમાઈશ, હેમુ ગઢવીના લોકગીતો, કાનજી ભુટાની લોકવાર્તા જીથરો ભાભો, હરસુખ કિકાણીના હાસ્ય કાર્યક્રમો, હવેલી સંગીત પ્રભાતીયા આ કાર્યક્રમો ઘર–ઘરના જાણીતા હતા.
હેમુ ગઢવીના કંઠે જયારે જાહલની ચીઠ્ઠી અને કવળાં સાસરીયા, બાર બાર વરસે માધાવાવ ગળાવી, દાદા હો દિકરી વાગડમાં નવ દેશો રે જયારે શ્રોતાઓ સાંભળતા ત્યારે આંખમાંથી આંસુડા પડી જતાં. આકાશવાણીના સ્વર સંગ્રહમાં સોમનાથ મહાદેવની આરતી, સાસણ જંગલમાં વિહરતા વનરાજોની ડણકાત, નવરાત્રીના પ્રાચીન ગરબાઓ, લગીતો, હાલરડાં, દુલા ભાયા કાગે ગાયેલ રામાયણ અને મહાભારતના પ્રસંગોની ગાથા, લોકવાધો આકાશવાણીની લાયબ્રેરીના સંગ્રહમાં સંગ્રહાયેલા છે.
કિરીટ નકુમલ, કેશવાલા, ભરત યાજ્ઞીક, દેવેન શાહ, હસમુખ રાવલ, ઈન્દુલાલ ગાંધી, રેણુ યાજ્ઞીકના કાર્યક્રમોનો જીવતં સંપર્ક શ્રોતાઓ ધરાવતા હતા.
કોઈ મોટી આપદા કે વાવાઝોડા, ભુકંપના સમયે આકાશવાણી કેન્દ્ર રાતભર સતત ચાલુ રાખી ગુમ થયેલા કે આપદાનો ભોગ બનેલા લોકોના સત્તાવાર નામ મેળવી પ્રજા સાથે જીવતં સંપર્ક રાખેલ હતો.
વિશ્ર્વ પ્રસિધ્ધ શાીય ગાયક, વાદક સુલતાનખાંએ રાજકોટ કેન્દ્રની ભેટ છે. જેઓ આકાશવાણી રાજકોટમાં કામ કરતા હતા.
ચંદ્રકાંત ભટ્ટ સહિતના સ્ટેશન ડાયરેકટરોએ ગામે ગામ જઈને લોકસંગીતના ઉત્કૃષ્ટ્ર કલાકારોને શોધવાનું કામ છે જેના કારણે અનેક કલાકારોએ સૌરાષ્ટ્ર્રનું નામ દુનિયાભરમાં રોશન કયુ છે પરંતુ હવે આ કાર્ય મહદઅંશે થઈ ગયું છે.
આકાશવાણી કેન્દ્રનું મુળભુત કામ સંસ્કૃતિની ધરોહર સમાજ લોકજીવનમાં વણાયેલા કલાકારોનું અવાજ બનવાનું હતું પરંતુ સ્ટાફના અભાવે આ કામ આજે બધં થઈ ગયું છે. ઓલ ઈન્ડિયા રેડિયો ભારત સરકારના પ્રસારણ મંત્રાલય વિભાગમાંથી પ્રસારભારતીને સોંપવામાં આવ્યા પછી રાજકોટ રેડિયો સ્ટેશનનો વિકાસ રૂંધાઈ ગયો છે. છેલ્લ ા ત્રણ દાયકાથી નવી ભરતી થઈ નથી. આકાશવાણીએ સૌરાષ્ટ્ર્રનું ગૌરવ અને ધરોહર છે જે જુની સંસ્કૃતિના ઓળખ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech