રાજકોટ : રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘આદિત્ય એલ-1’ના પ્રક્ષેપણને અનુલક્ષીને જીવંત પ્રસારણ યોજાયું

  • September 02, 2023 01:35 PM 

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO)નું મિશન આદિત્ય એલ-1 આજરોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ 11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૂર્ય વિષે વૈજ્ઞાનિક સમજણ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, આદિત્ય એલ 1 પર ટોક, લોંચિંગનું જીવંત પ્રસારણ અને ક્વિજનું આયોજન જાહેર જનતા માટે કરવામાં આવ્યું હતું .   


આદિત્ય એલ-1મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણાં સૌરમંડળના સૂર્યમાં થતી વિવિધ ગતિવિધિઓની વૈજ્ઞાનિક માહિતી મેળવવાનો છે. આપણાં સુર્યનો અભ્યાસ અત્યંત જરૂરી છે કેમકે, સુર્ય અત્યંત ક્રિયાશીલ છે અને તેમાં સતત ખુબજ શક્તિશાળી ઉષ્મીય તેમજ ચુંબકીય ઘટનાઓ ઘટતી રહે છે, બહુ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્સર્જિત કરતી રહે છે જે, અંતરીક્ષમાં આપણી સેટેલાઈટ અને દૂરસંચારનાં સાધનોને સીધી અસર કરી શકે છે, જેથી આ ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ જરૂરી છે, જે, પૃથ્વી પરની આપણી પ્રયોગશાળાઓમાં કરવો અશક્ય છે. આ મિશનના મુખ્ય વૈજ્ઞાનિક ઉદેશોમાં સૂર્યના બાહ્ય વાતાવરણ એટલે કે કોરોના દ્વારા પેદા થતી ઉર્જા, ગરમી અને સૌર પવાનોનાં અભ્યાસ, સુર્યની સપાટી પરથી બહાર ફેંકાતો પદાર્થ, સૌર જ્વાળાઓ તેમજ પૃથ્વી નજીકના અંતરીક્ષ હવામાન વિશે ઊંડાણપૂર્વક સમજણ મેળવવાનો છે.
આદિત્ય L1 મિશનએ અલ્ટ્રાવાયલેટ પ્રકાશમાં સૂર્યના બિંબને હાઇ રિઝોલ્યુશન પર નિહાળવાનો સૌપ્રથમ પ્રયાસ છે. 


આદિત્યએલ1 સૂર્યથી માત્ર 1.05 ત્રિજ્યા દૂર રહી, સૂર્યના કોરોનામાં થતાં ફેરફાર, CME અને સૌર જ્વાળાઓનો અભ્યાસ કરી શકશે. આદિત્ય L1 ના વૈજ્ઞાનિક પેલોડ્સ ઉપકરણોમાં મુખ્યત્વે Visible Emission Line Coronograph (VELC) કે જે, સૂર્યના કોરોનાની ફોટોગ્રાફી તેમજ સ્પેક્ટ્રોમેટ્રી કરશે કે જેનાં દ્વારા સૂર્યની અંદર રહેલ તત્વો વિશે મિહિતી મેળવી શકાશે. Solar Ultraviolet Imaging Telescope (SUIT) કે જેમાં, સૂર્યની સપાટી એટેલે કે ક્રોમોસફીયર અને ફોટોસફીયરની ફોટોગ્રાફી કરી અભ્યાસ કરશે. Solar Low Energy X-ray Spectrometer (SoLEX) કે જેમાં X-Rayની તરંગ લંબાઈ પર સ્પેક્ટ્રોગ્રાફી કરી સૂર્યનો અભ્યાસ કરશે.  Aditya Solar wind Particle Experiment (ASPEX) કે જે, સૂર્યના સૌરપવનો અને કણોનું પૃથકરણ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેના દ્વારા સૌરપવનોમાં રહેલ પાર્ટીકલ્સનો અભ્યાસ કરી શકાશે. Plasma Analyser Package for Aditya (PAPA) કે જેનાં દ્વારા સૌર પવનોમાં રહેલ ઇલેક્ટ્રોન્સ અને પ્લાસમાનું પ્રમાણ જાણી શકાશે. 


Advanced Tri-axial High-Resolution Digital Magnetometers X, Y અને Z જેમાં સૌરપવન અને સૂર્ય પાસેના ચુંબકીય ક્ષેત્રનું માપન ત્રણે અક્ષોમાં કરી શકાશે.  વિવિધ લગ્રાંજ બિંદુઓ માંથી આદિત્ય L1 માટે લગ્રાંજ L1 બિંદુ પર રાખવામાં આવનાર છે કેમ કે સૂર્યના અવલોકન માટે લગ્રાંજ બિંદુ L1 આદર્શ છે કેમ કે અહી રાખેલ આદિત્ય L1 હમેશા સૂર્ય તરફ તાકેલું રહેશે.
 અત્રે નોંધનીય છે કે,  યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને NASAનું SOHO (Solar and Heliospheric Observatory) પણ અહીજ છે. સતીશ ધવન સ્પેસ, શ્રીહરિકોટા રેન્જ (SDSC SHAR), શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ ખાતેથી PSLV-XL દ્વારા પ્રક્ષેપિત થયુ છે. PSLV-XL માં 12 ટન ઈંધણ ધરાવતા 4 સ્ટ્રેપઓન બુસ્ટર એન્જિનો તેમજ 9 ટન ઈંધણ ધરાવતા 2 એમ કુલ 6 સ્ટ્રેપઓન બુસ્ટર્સ ધરાવે છે. અને તે આદિત્યને 245 km x 21000 kmના અર્થ પાર્કિંગ ઓર્બિટમાં પહોંચાડશે અને Aditya L1 પોતાના રોકેટ એન્જિન વડે લગ્રાંજ બિંદુ 1 પર પહોંચતા આશરે 120 દિવસનો સમય લાગશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application