મેંદરડાના રાજેસર ગામે રિવોલ્વર દેખાડી સોની વેપારીને ત્યાં ૮૧ લાખની લૂંટ

  • February 02, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેંદરડાના રાજેસર ગામે ઘર અને દુકાન સાથે ધરાવતા બે સોની ભાઈઓને રિવોલ્વર–છરી દેખાડી મોઢે ડૂચો અને બાંધી દઈને જૂનાગઢનો ધંધાકીય પરિચિત સહિત ત્રણ શખસો સોનાના બિસ્કિટ, ૨૧ કિલો ચાંદી, રોકડ રકમ વગેરે ૮૧ લાખની લૂંટ ચલાવીને ભાગી છૂટયાની ઘટનાથી પોલીસ તત્રં દોડતું થયું છે. ખુદ એસપી હર્ષદ મહેતા પણ દોડી ગયા હતા.

આ અંગેની હકીકત મુજબ મેંદરડાના રાજેસર ગામે સોની તુલસીભાઈ વૃજલાલ લોઢિયા અને જીતેન્દ્રભાઈ બંને ઘરેથી જ સોનાનઁ વેપાર ધંધો કરતા હોય રાત્રેના ૯થી ૧૦ વાગ્યા આસપાસ  આરોપી દિપક અશોક જોગિયા રહે.જુનાગઢ વાળો અવાર નવાર તેમના ઘરે ધંધાના કામે એમના ઘરે આવતો હોય અને ગઈકાલે પણ રાબેતા મુજબ મળવા માટે આવેલ અને તેમના ઘરે ચા પાણી પી ત્યારબાદ પૂર્વ તૈયારી કે આયોજીત કાવતં રચેલ હોય તેમ બે અજાણ્યા માણસ બહારથી તાત્કાલિક આવી જતા સોની વેપારી બંને ભાઈઓને છરી તેમજ રિવોલ્વર જેવા હથિયારથી ધમકાવી અને બંને ભાઈઓને બાંધીને મોઢામાં ડૂચો મારી તેમનો ફોન પણ ફેકી દય  આરોપીએ તિજોરી  તેમજ કબાટની ચાવી લઈ  સોનાના ૮ બિસ્કીટ કુલ વજન ૯૨૮ ગ્રામ ૫૮ લાખ રૂપિયા તથા ૨૧ કિલો ચાંદી તેમની રકમ રૂા.૧૪ લાખ ૭૦ હાજર  તથા રોકડ ૯ લાખની લૂટ કરી ટોટલ ૮૧ લાખ ૭૦ હજારની મતાની લૂટ કરી નાસી છૂટયા હતા.

જે બાબતની મેંદરડા પોલીસને જાણ થતા મેંદરડા પીએસઆઈ યુ.પી.હડિયા તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તપાસ કરી તાત્કાલિક આરોપીને શોધવા માટે સીસીટીવી જેવી તપાસ હાથ ધરી હતી.આ બાબતની જાણ થતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા આઇપીએસ પણ ઘટના સ્થળે નિરીક્ષણ કરેલ અલગ અલગ ટીમ તાત્કાલિક જિલ્લ ા પોલીસને એલ ટ કરી આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application