ગુજરાત ટાઇટન્સ વતી રાશિદ ખાને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ગુજરાત ટાઈટન્સને જીત અપાવી છે. વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો આ પ્રથમ પરાજય હતો. ગુજરાત ટાઇટન્સે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી. શુભમન ગિલ ઉપરાંત રાહુલ તેવટિયા અને રાશિદ ખાને મુશ્કેલ સમયમાં બેટીંગ કરી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
બુધવારે જયપુરમાં IPL 2024 ની 24મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યુઝવેન્દ્ર ચહલ તેની 150મી મેચ રમી હતી જ્યારે કેપ્ટન સંજુ સેમસન કેપ્ટન તરીકે તેની 50મી મેચ રમી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ માટે 32 રન અને બીજી વિકેટ માટે 10 રનની ભાગીદારી થઈ હતી. આ પછી સંજુ અને રેયાન વચ્ચે ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી.
ઝડપી રમત રમતા રિયાન પરાગે 48 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન સંજુ સેમસને 38 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયરે 5 બોલમાં 13 રન બનાવ્યા હતા. રાશિદ ખાન, ઉમેશ યાદવ અને મોહિત શર્માને એક-એક વિકેટ મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech