રાજસ્થાનમાં અનુ. જાતિના યુવાનની હત્યાનો ખંભાળિયાના કાર્યકરો દ્વારા વિરોધ: આવેદન અપાયું

  • July 15, 2021 10:32 AM 

    રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજના યુવાન કુષ્ણા વાલ્મિકીની સાગર અને તેની ગેંગના ગુંડાઓ દ્વારા બેરહેમીથી માર મારી, હત્યા નિપજાવવાનો ધૃણાસ્પદ બનાવ પ્રકાશમાં આવ્યો છે.

     આટલું જ નહીં, આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરો ઉપર પણ લાઠીચાર્જ કરીને ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા ગંભીર રૂપથી ઘાયલ કરવામાં આવ્યા હતા.

      વાલ્મિકી સમાજના યુવાનની નિર્મમ હત્યાના બનાવના વિરોધમાં મંગળવારે દેવભૂમિ દ્વારકા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી ક્લેક્ટર કે.એમ. જાનીને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આવેદન પત્ર આપવમાં આવ્યું હતું.

     આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ મકવાણા, જિલ્લા અનુ. જાતિ મોરચાના મહામંત્રી કાનાભાઈ વિંઝુડા, રાવલ શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઈ મકવાણા, દેવભૂમિ દ્વારકા અનુ. જાતિ મોરચાના  પૂર્વ મહામંત્રી દેવાભાઈ બથવાર, નગરપાલિકાના કોર્પોરેટર મયુરભાઈ ધોરીયા, અનુ. જાતિ મોરચાના મહામંત્રી લખુભાઇ ચાવડા, રાવલ અનુ. જાતિ મોરચાના ઉપપ્રમુખ સંજયભાઈ મકવાણા, જિલ્લા તથા શહેરના કાર્યકરો બાબુભાઈ ચાવડા, હરેશભાઈ ચાવડા, શિવરામભાઈ મકવાણા, ગૌતમભાઈ મકવાણા, લાલજીભાઈ સોલંકી, ભરતભાઈ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS