જામનગરમાં વરસાદી ઝાપટા: તાપમાન 35.5 ડીગ્રી

  • June 28, 2021 11:10 AM 

શહેરમાં કેટલાક સ્થળોએ સવારે 9 વાગ્યે ઝાપટા પડતા રસ્તાઓ ભીના થયા : હાલારમાં 70 ટકા જમીનમાં મગફળી અને કપાસનું વાવેતર થશે : એક અઠવાડીયા સુધી મેઘરાજાના દર્શન નહી થાય તેવી હવામાન ખાતાની આગાહી

જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘરાજાએ ફરીથી સણા લીધા છે ત્યારે એક અઠવાડીયા સુધી જોઇએ તેવો વરસાદ નહી આવે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, જો કે આજે સવારે નવ વાગ્યે જામનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડતા રસ્તાઓ ભીના થયા હતા, ત્યારબાદ ગરમીનું પ્રમાણ પણ વઘ્યુ હતું, હાલારના કેટલાક ગામડાઓમાં આજે વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે. જો કે ગઇકાલે પવનની ગતી 30 થી 35 કીમી પ્રતી કલાક નોંધાઇ હતી.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 28 ડીગ્રી, હવામાં ભેજ 71 ટકા, પવનની ગતી 30 થી 35 કીમી રહી હતી.

આજે જામનગર શહેરમાં પટેલ કોલોની, રામેશ્ર્વરનગર સહિતના કેટલાક વિસ્તારોમાં સવારે 9 વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટુ પડયુ હતું, જો કે 15 મિનીટમાં વાદળો વિખેરાયા હતા, જીલ્લામાં કેટલાક ગામોમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું.

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં મોટેભાગે 70 ટકા જમીનમાં મગફળી અને કપાસનું વાવેતર થાય છે, ખેડુતો પણ દર વર્ષે સારો પાક મેળવે છે અને આ વર્ષે પણ 100 ટકા વરસાદની શકયતા હોય, પાકનો સારો ઉતાર મળશે તેવી ખેડુતોને આશા જાગી છે.

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લાના કેટલાક ગામોમાં સારો એવો વરસાદ પડયો છે, ખાસ કરીને કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર અને લાલપુર વિસ્તારમાં 5 થી 9 ઇંચ જેટલો વરસાદ પડયો છે, કેટલાક ચેકડેમોમા પાણીની સારી આવક થઇ છે, હાલમાં કેટલાક મજુરો કોરોનાના કારણે વતન ગયા હતા તે પણ પાછા આવી ગયા છે તેવા અરસામાં હાલારમાં વાવણીકાર્ય પણ અત્યારે પુરજોશમાં શ થઇ ગયું છે તા. 3 જુલાઇ બાદ મેઘાનો બીજો રાઉન્ડ શ થશે તેમ હવામાન ખાતુ કહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS