અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

  • June 22, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

CTM,ઠક્કરનગર, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગરમાં ભરાયા પાણી
મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં 1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો...રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો... છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે... હાલમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા...પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્ય પણ જોવા મળ્યા હતા...  
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)