સુસવાટા મારતા ઠંડા પવન સાથે રાત્રે ૯થી શરૂ થયેલો વરસાદ સવારે ૯ સુધી વરસ્યો: આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
રાજકોટમાં ગત રાત્રીના નવ વાગ્યાથી વરસાદ શ થયો હતો જે આજે સવારે નવ વાગ્યા સુધી ચાલું રહેતા શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. નવ વાગ્યાથી ઝરમર શ થયેલો વરસાદ રાત્રે ૧૧થી ૧૨ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે રાજકોટવાસીઓએ ભર શિયાળે
ચોમાસાનો અહેસાસ કર્યેા હતો.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ કન્ટ્રોલમના સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૫૧ મીમી, વેસ્ટ ઝોનમાં ૪૦ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૩૫ મીમી વરસાદ નોંધાયો છે. અંદાજે લગભગ ૧૦ વર્ષ પછી ઓકટોબર–નવેમ્બર મહિનામાં માવઠું વરસ્યું છે.
અલબત્ત અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં થયેલી નોંધ મુજબ વરસાદના આંકમાં રાબેતા મુજબ વિસંગતતા જોવા મળી છે, સ્ટેટ કંટ્રોલ મમાં રાજકોટ શહેરમાં ૧૮ મીમી વરસાદ હોવાનું નોંધાયું છે તો હવામાન વિભાગના કન્ટોલમમાં ૩૯ મીમી વરસાદ હોવાનું નોંધાયું છે.
ભારે વરસાદના પગલે રસ્તાઓ ઉપર ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા અને શહેરમાં ચાલતા ડામરકામ તેમજ ડામર પ્લાન્ટ બધં કરવા ફરજ પડી હતી. હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી હોય ફાયર બ્રિગેડ સ્ટાફને એલર્ટ રહેવા આદેશ જારી કરવામાં આવ્યો છે
માવઠાના વધુ એક રાઉન્ડની ભીતિ બંગાળની ખાડીમાં સોમવારે લો પ્રેસર
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત ગુજરાતમાં માવઠાનો વરસાદ થઈ રહ્યો છે. આ સિસ્ટમ આજે સવારે નબળી પડીને વેલમાર્ક લો પ્રેસરમાં તબદિલ થઈ ગઈ છે. આમ છતાં હજુ રવિવાર સુધી રાયના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ અરબી સમુદ્રની સિસ્ટમની અસર રવિવાર પછી ઓછી થશે. પરંતુ બંગાળની ખાડીમાં આગામી સોમવારે નવું લો પ્રેસર ઊભું થઈ રહ્યું છે અને આવી જ રીતે હિમાલયન રિજીયનમાં સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application