ચાલુ સિઝનમાં ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં પડેલા સરેરાશ વરસાદમાં હજી પાંચ ટકા જેટલી હતી તેવા ટાંકણે જ સૌરાષ્ટ્ર્રભરમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું હોવાની ઘોષણા થવા લાગી હતી, પરંતુ વણદેવે કોઈ જિલ્લાને અન્યાય નહીં કરવાનું નક્કી કયુ હોય તેમ બે દિવસ પહેલા બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેસરની અસરથી ઉભા થયેલા સાયકલોનીક સકર્યુલેશનથી સૌરાષ્ટ્ર્રમાં ફરીથી બે દિવસથી વરસાદી માહોલ ઊભો થવા સાથે ગીર સોમનાથ અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં એક ઈંચ થી માંડીને ૬:૩૦ ઈંચ સુધીનો વરસાદ પડી જતા વરસાદની ઘટ પૂરી થઈ જવા પામી છે.
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર્રમાં ઊભા થયેલા વરસાદી માહોલમાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વિસાવદર ૬ ઈંચ, ભેસાણ માળીયાહાટીના મેંદરડા બે થી ત્રણ ઈંચ, માંગરોળ કેશોદ જુનાગઢ વંથલીમાં એક થી સવા ઈંચ યારે માણાવદર પંથકમાં ઝાપટા વરસ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ વરસાદમાં ૫%ની ઘટ હતી, પરંતુ હાલ પુના સુત્રાપાડા કોડીનાર પંથકમાં સાડા ત્રણથી પોણા ચાર ઈંચ ગીર ગઢડા તાલાલા વેરાવળ પંથકમાં દોઢથી અઢી ઈંચ વરસાદ પડી જતા સરેરાશ વરસાદની ઘટ પૂરી થઈ જવા પામી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં કુકાવાવ ત્રણ ઈંચ, લીલીયા, બગસરા, જાફરાબાદ, અમરેલી, સાવરકુંડલા બે થી અઢી ઈંચ, ધારી, બાબરા, લાઠી, રાજુલા એક થી દોઢ ઈંચ અને ખાંભામાં પોણો ઈંચ વરસાદ પડી જતા અમરેલી જિલ્લામાં પણ સરેરાશ વરસાદની ઘટ પૂરી થઈ ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા અને ચુડામાં ત્રણથી સાડા ત્રણ ઈંચ ચોટીલા લીંબડી બે થી અઢી ઈંચ, વઢવાણ લખતર થાનગઢ મુળી દસાડા ધાંગધ્રામાં પોણોથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો છે.
ભાવનગર જિલ્લામાં ઘોઘા છ ઈંચ, પાલીતાણા, વલભીપુર, ભાવનગર, સિહોર, મહત્પવા, તળાજા, ઉમરાળા, જેસર, ગારીયાધાર પંથકમાં દોઢથી સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી જતા ભાવનગર જિલ્લામાં પણ સરેરાશ વરસાદની ઘટ પૂરી થઈ ગઈ છે. મોરબી ટંકારામાં અડધો ઈંચ યારે જિલ્લાના હળવદ વાંકાનેર પંથકમાં સવા ઈંચ વરસાદ, રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી, વિછીયા, જસદણ, ગોંડલ, ઉપલેટા, જામ કંડોરણા વિસ્તારમાં એક થી દોઢ ઈંચ યારે રાજકોટ જેતપુર ધોરાજી લોધિકા પડધરી પંથકમાં અડધો થી પોણો ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે. બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર પંથકમાં એક થી પોણા બે ઈંચ વરસાદ બોટાદ જિલ્લાની સરેરાશ વરસાદની ઘટ પુરી કરી નાખી છે. આ ઉપરાંત પોરબંદર, કુતિયાણા રાણાવાવ પંથકમાં પોણોથી એક ઈંચ,જામનગર, જોડિયા, ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, લાલપુર, ભાણવડ પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે. મેઘ સવારીમાં બીજા દિવસે સૌરાષ્ટ્ર્રના કુલ ૮૦માંથી ૭૬ તાલુકામાં ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ પડી જવા પામ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech