કાલાવડમાં બરફના કરા સાથે વરસાદ

  • May 11, 2021 01:08 PM 

વાહનચાલકોને બરફના કરાના કારણે થંભી જવું પડ્યું હતું

કાલાવડ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ગઇકાલે બપોરે 4 વાગ્યાના અરસામાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્‌યો હતો, તેજ ગતિના પવન સાથે આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઇ પામ્યા હતા, તેની સાથે જ બરફના કરાનો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

કાલાવડમાં ગાજવીજ સાથે શરુ થયેલો વરસાદ 1પ થી ર0 મીનીટ અવિરત જારી રહેવા પામ્યો હતો, બરફના કરા વરસતા પતરા અને છાપરાઓ પર અવાજો ગુંજી ઉઠ્યા હતા, વાહનચાલકોને બરફના કરાના કારણે થંભી જવું પડ્યું હતું, આ ઉપરાંત કાલાવડના કાંઠાળ વિસ્તારના જીવાપર ગામે આવેલા ખેતરોમાં પણ બરફના કરા વરસતા ખેતરમાં સફેદ ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો સર્જાઇ જવા પામ્યા હતા. બરફના કરા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<