નમાં ભયાનક પૂરના કારણે ઓછામાં ઓછા 205 લોકોની મોત થઈ ચુકી છે. પૂરની સૌથી વધુ અસર પૂર્વી સ્પેનના વેલેંશિયા પર પડી છે. અત્યાર સુધી 205 લોકોની પૂરના કારણે મોતની પુષ્ટિ થઈ ચુકી છે અને લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
8 કલાકમાં 12 ઈંચ વરસાદ
મળતી માહિતી મુજબ, વેંલેશિયામાં 29 ઓક્ટોબરે ફક્ત 8 કલાકમાં 12 ઈંચ વરસાદ થયો. આટલો વરસાદ વર્ષમાં થાય છે. ભારે વરસાદથી અચાનક પૂર આવી ગયું, જેનાથી ઘણાં લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનો મોકો નથી મળ્યો. વેલેંસિયા ભૂમધ્ય સાગરના તટ પર સ્થિત છે. અહીં આશરે 50 લાખ લોકો રહે છે.
150 લોકોની મોત
સ્પેનના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે આટલાં લોકોની પૂરમાં મોત થઈ હોય. સ્પેનમાં આ પહેલાં વર્ષ 1973માં સૌથી મોટું પૂર આવ્યું હતું. ત્યારે 150 લોકોની મોત થઈ હતી. તેના પહેલાં 1975માં વેલેંસિયા શહેરમાં પૂર આવ્યું હતું, ત્યારે 81 લોકોનું મોત થયું હતું.
ગઈકાલે સ્પેનમાં 3 દિવસ ઈમરજન્સી હતી, આજે ફરી વરસાદ પડી શકે છે, વડાપ્રધાન પેડ્રો સાંચેઝે લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે. સ્પેનમાં 3 દિવસની ઈમરજન્સી છે. જે 2 નવેમ્બર શનિવાર સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગે શુક્રવારે વધુ વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે સ્થિતિ વધુ બગડી શકે છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય માટે સેનાના 1000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, લોકોનું કહેવું છે કે પૂરતી મદદ તેમના સુધી પહોંચી રહી નથી. પૂરના કારણે રસ્તાઓને નુકસાન થયું છે અને સંદેશાવ્યવહાર અને પાવર લાઈનોને નુકસાન થવાને કારણે ઘણાં વિસ્તારો હજુ પણ શહેરોથી સંપર્ક વિહોણા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech