હાલારમાં સમયસર મેઘાની પધરામણીથી ખેડૂતો ખુશ: 1 થી 3 ઇંચ

  • July 12, 2021 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અષાઢી બીજે હાલાર ઉપર ભગવાન જગન્નાથની કૃપા વરસતા મોલાતને જીવતદાન: ધ્રાફામાં ધોધમાર 3, ભલસાણ બેરાજા, પીઠડ અને ભણગોરમાં 2.5, ભાણવડમાં 2, નવાગામ, દ્વારકા અને પડાણા, મોડપરમાં 1.5,  કલ્યાણપુરમાં 1.25, ખંભાળીયા, જામજોધપુર, સમાણા, શેઠવડાળા, ધુનડા, બુટાવદર, સીદસર, લતીપુર, ખરેડી, પીપરટોડા, માં 1-1 ઇંચ, મોટા ખડબામાં શનિવારે વિજળી પડતા એક યુવાન સહિત બે બળદના મોત : જામનગરમાં આજે સવારે ઝાપટા : અનેક વિસ્તારોમાં વિજળી ગુલ : જગતનો તાત ખુશખુશાલ

કિંમત ત્યારે થાય જયારે ખોટ વતર્યિ, મેઘાએ પણ આ વાતનો અહેસાસ કરાવ્યો છે અને વાવણી કયર્િ બાદ વરસાદનો ઇંતેજાર કરી રહેલા ધરતીપુત્રો માટે વષર્રિાણીએ હેત વરસાવ્યો છે જેનાથી હાલારના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

ભગવાન જગન્નાથજીએ અષાઢી બીજ પહેલા જ હાલારના મુખ ઉપર હાસ્ય લહેરાવી છે, શનિ-રવિ બે દિવસ વણદેવએ કેટલાક ગામડાઓમાં જલાભીષેક કરતા મગફળી અને કપાસના પાક ઉપર કાચુ સોનું વરસ્યુ હોય ખેડુતો ખુશખુશાલ થઇ ગયા છે, ખરા ટાંકણે જ મેઘાએ ખેડુતોનો સાદ સાંભળતા હાલારના મુરજાતા મોલ ખીલી ઉઠયા છે, બે દિવસમાં અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે, સમગ્ર હાલારની વાત લઇએ તો એક થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે, શનિવારે સાંજે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં આકાશી વિજળી પડતા એક યુવાન તેમજ બે બળદના મોત થયા છે, ધ્રાફામાં 3, ભલસાણ બેરાજા, પીઠડ અને ભણગોરમાં 2.5, ભાણવડમાં 2, નવાગામ, દ્વારકા, મોડપર, પડાણામાં 1.5,  કલ્યાણપુરમાં 1.25, ખંભાળીયા, જામજોધપુર, સમાણા, શેઠવડાળા, ધુનડા, બુટાવદર, પીપરટોડા, મોટા પાંચદેવડા, ખરેડી, લતીપુર, સીદસરમાં 1-1 ઇંચ, વરસાદ વરસાવ્યો છે, જામનગરમાં આજે વહેલી સવારે મેઘો જામ્યો હતો અને સવારથી જ કેટલાક ગામડાઓમાં ઘનઘોર વાદળો છવાયા છે.

રવિવારે ગામડાઓમાં મગફળી અને કપાસના મુરજાતા બિયારણ ઉપર ખરા સમયે વણદેવે જલાભીષેક કર્યો હતો અને ખેડુતોના જીવમાં જીવ આવ્યો હતો, ધ્રાફા મળતા અહેવાલો મુજબ ગઇકાલે અને આજે સવારે થઇને ધ્રાફા અને તેની આજુબાજુના પંથકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડયો છે, કેટલાક ચેકડેમોમાં નવા નીરની સારી આવક થઇ છે, અને આજુબાજુના પંથકમાં મગફળી અને કપાસ ઉપર જાણે કે કાચુ સોનુ વરસ્યુ હોય તેવું લાગ્યુ હતું.

ભલાસણ બેરાજાથી અમારા પ્રતિનિધી જણાવે છે કે ભલસાણ બેરાજામાં ગઇકાલે મેઘરાજાએ દે ધના ધન કરીને અઢી ઇંચ વરસાદ વરસાવ્યો હતો આજુબાજુના ગામડાઓમાં પણ એક થી બે ઇંચ વરસાદ થયાના વાવડ છે, ભલાસણ બેરાજામાં ઘનઘોર વાદળો વચ્ચે મેઘરાજાએ વરસાદ વરસાવ્યો હતો, વિજળીના કડાકા ભડાકાથી લોકો હતપ્રભ થઇ ગયા હતા. ભાણવડથી અમારા પ્રતિનીધી જણાવે છે કે ભાણવડમાં ગઇકાલે મેઘરાજાએ બે ઇંચ વરસાદ વરસાવ્યો હતો, આજુબાજુના પંથકમાં પણ એક થી બે ઇંચ વરસાદ પડયાના અહેવાલ જાણવા મળે છે.

દ્વારકાથી અમારા પ્રતિનિધી જણાવે છે કે અષાઢી બીજની પૂર્વ સંઘ્યાએ વણદેવે કાનાની કૃષ્ણનગરી ઉપર હેત વરસાવીને દોઢ ઇંચ વરસાદ વરસાવ્યો હતો, કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા પરંતુ થોડા સમય બાદ પરંતુ થોડા સમય બાદ પાણી ઉતરી ગયા હતા, કલ્યાણપુર તેમજ આજુબાજુન ગામડાઓમાં એકથી સવા ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે ખંભાળીયા, જામજોધપુર, સમાણા, ચુડા, ગીંગણી, બુટાવદર, શેઠવડાળા, સીદસર અને નવાગામમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર વસઇ 5 મીમી, ફલ્લા 12, દરેડ 5, જામવાડી 5, સમાણા 4, જામવંથલી 12, વાંસજાળીયા 7, ધુનડા 43, પરડવા 15 મીમી વરસાદ પડયો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે મેઘરાજાએ પધરામણી કરી હતી, ધ્રોલ તાલુકાના લતીપુરમાં 20, જાલીયા દેવાણીમાં 11, લૈયારામાં 14, કાલાવડ તાલુકાના નિકાવામાં 10, ખરેડી 20, મોટાવડાળા 15, મોટા પાંચદેવડા 20, પીપરટોડા 25, પડાણા 38, ભણગોરમા 60, મોટા ખડબા 5, મોડપર 36, ડબાસંગ 14 મીમી વરસાદ પડયો હતો.

શનિવારની વાત લઇએ તો કાલાવડમાં 16, જામજોધપુર 11, ભાણવડ 16, સીદસર, ધ્રાફા, બુટાવદર, સંઘચીરોડામાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરની વાત લઇએ તો શહેરમાં આજે સવારે 4 વાગ્યા બાદ કેટલાક વિસ્તારોમાં 15 થી 20 મીનીટ વરસાદ પડયો હતો, જો કે ફાયર બ્રિગેડના ક્ધટ્રોલ મમાં માત્ર બે મીમી વરસાદ નોંધાતા લોકોને પણ આશ્ર્ચર્ય થયુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS