અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં અમુક સ્થળોએ તોફાની પવન વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પંચમહાલ અને દાહોદ, દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 46 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાંથી 13 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધીનો વરસાદ છે. તાપી જિલ્લાના સોનગઢમાં અઢી નવસારી જિલ્લાના વાસદામાં સવા બે ડાંગ જિલ્લાના આહવા અને સુરત જિલ્લાના મહુવામાં બબ્બે ઇંચ પાણી પડ્યું છે. નવસારી શહેરમાં પણ બે ઇંચ પાણી પડ્યું છે અને જલાલપુરમાં એક ઇંચ વરસાદ થયો છે.
શુક્રવારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના સિહોર અને ઘોઘામાં દોઢ દોઢ ઇંચ પાણી પડ્યું છે. ઉમરાળામાં એક અને વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દોઢ ઇંચ વરસાદ થયો છે. બોટાદ જિલ્લાના રાણપુર અને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં સામાન્ય ઝાપટા પડ્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં તારીખ 22 ના રોજ વધુ એક લો પ્રેસર થવાનું છે. ઇસ્ટ સેન્ટ્રલ દીશામાં અરબી સમુદ્રમાં લો પ્રેસરમાથી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમ દક્ષિણ ભારતના રાજ્યોને વધુ પ્રભાવિત કરે છે. આ ઉપરાંત આંદામાન માં બંગાળની ખાડીને લાગુ પડતા વિસ્તારમાં તારીખ 22 ના સર્જનાર લો પ્રેસર તારીખ 24 ના ડિપ્રેશનમાં પરિવર્તીત થશે અને તે નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધશે.
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ વરસાદ વરસે છે પરંતુ તે સાર્વત્રિક ન હોવાથી ગરમીનું જોર પણ વધી રહ્યું છે. શુક્રવારે ડીસામાં 37.4 ભુજમાં 37.1 કંડલામાં 37.3 સુરેન્દ્રનગરમાં 37 અને રાજકોટમાં 36.3 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech