ગુજરાત પર વાવાઝોડાનો ભય: વરસાદની આગાહીથી તંત્ર બન્યું એલર્ટ
અરબી સમુદ્રમાં અપર એર સાયકલોનીક સિસ્ટમ તા.૨૨થી લો-પ્રેશરમાં ફેરવાઇ શકે છે, આ સિસ્ટમને સક્રિય બનાવવા તમામ પરીબળો અનુકુળ હોવાથી ભારે પવન પણ ફુંકાઇ શકે છે, તા.૨૩ થી ૨૫ દરમ્યાન જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે ત્યારે વહિવટી તંત્રએ અત્યારથી જ તૈયારીઓ કરી દીધી છે. ગુજરાત પર અરબી સમુદ્રમાં ચક્રાવાત પરીભ્રમણને કારણે વાવાઝોડાનો ભય આવ્યો છે ત્યારે ત્રણ દિવસ દરમ્યાન ભારે વરસાદ સાથે જોરદાર પવન પણ ફુંકાશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે જેના કારણે ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
આજથી કર્ણાટકના કીનારે પૂર્વ અરબી સમુદ્ર પર ધીરે-ધીરે અપર એર ચક્રાવાતી પરીભ્રમણ શ થયું છે, જો કે ગઇકાલથી થોડી ઘણી અસર શ થઇ હતી, આવતીકાલથી કોંકણ કીનારા અને અરબી સમુદ્ર નજીક એક નીચાણ દબાણવાળી સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે મુંબઇ, પુણે, નાસીક અને ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તોફાની વરસાદ થશે, અરબી સમુદ્રમાં રચાવા જઇ રહેલું આ સરકયુલેશન ચોમાસાને વહેલા આગમન માટે ચોકકસપણે લાભદાયી નિવડશે, એવી પણ વિગતો બહાર આવી છે કે, અરબી સમુદ્રમાં સંભવીત યુએસસીના કારણે કેરળમાં ચોમાસુ વહેલું બેસશે, માટે ચોમાસુ ધાર્યા કરતા આ વખતે વહેલું થવાની શકયતા છે. કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૫.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૮ ડીગ્રી, હવામાં ભેજ ૭૬ ટકા, પવનની ગતિ ૪૫ થી ૫૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે.
આજે મોટાભાગના ગામડાઓમાં તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચી ગયું છે. જામનગરમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું હતું, કેટલાક ગામડાઓમાં પણ વાદળો છવાયા છે ત્યારે આગામી દિવસોમાં વધુ તાપ પડશે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર, જામજોધપુર, ભાટીયા રાવલ, લાલપુર, ભાણવડ, ફલ્લા સહિતના ગામોમાં પણ સવારથી ગરમી સાથે વાદળીયું વાતાવરણ છે, જામનગર અને દેવભુમિ દ્વારકામાં તા.૨૩ થી ૨૫ દરમ્યાન ગમે ત્યારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે વહિવટી તંત્ર એલર્ટ બની ગયું છે.